મારી સરખામણી સારા અલી ખાન સાથે કરવી યોગ્ય નથીઃ જ્હાન્વી

મુંબઈ – પોતાની સરખામણી અન્ય નવોદિત અભિનેત્રીઓ – સારા અલી ખાન, અનન્યા પાંડે અને તારા સુતરીયા સાથે કરવામાં આવતી હોવાથી જ્હાન્વી કપૂર અપસેટ છે.

‘ધડક’ ફિલ્મ સાથે બોલીવૂડમાં પ્રવેશ કરનાર સ્વ. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જ્હાન્વીએ કહ્યું છે કે મને એ સમજાતું નથી કે દરેક જણ અમારી સરખામણી એકબીજીની સાથે શા માટે કરી રહ્યાં છે. મને લાગે છે કે એમ કરવામાં એ લોકોને મજા આવે છે.

જ્હાન્વીએ વધુમાં કહ્યું કે સ્ત્રીઓને એકબીજીની સામે ખડી કરી દેવામાં પુરુષોને મજા આવતી હોય છે.

જ્હાન્વી કપૂર

જ્હાન્વીએ જે નવી ફિલ્મ સાઈન કરી છે  એનું નામ છે- ‘તખ્ત’. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની ધારણા છે.

સૈફ અલી ખાન અને એની ભૂતપૂર્વ પત્ની અમ્રિતા સિંઘની પુત્રી સારા અલી ખાન ‘સિમ્બા’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જ્યારે ચંકી પાંડેની પુત્રી અનન્યા અને તારા સુતરીયાની પહેલી ફિલ્મ આવી રહી છે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]