દિલ્હીના પ્રદૂષણે પ્રિયંકાને પણ મૂકી મુશ્કેલીમાંઃઇન્સ્ટાગ્રામ પર મૂકી તસવીર

નવી દિલ્હીઃ બોલીવુડ એભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના આગામી પ્રોજેક્ટ The White Tiger નું શૂટિંગ શરુ કરી દીધું છે. આ પ્રોજેક્ટના શૂટિંગ માટે પોતાના સાથી કલાકાર રાજકુમાર રાવ સાથે પ્રિયંકા અત્યારે નવી દિલ્હીમાં છે. પ્રિયંકા ચોપડાએ પણ દિલ્હી-એનસીઆરમાં ફેલાયેલા વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની મુશ્કેલીઓ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

દિલ્હીના પ્રદૂષણને જોતા પ્રિયંકાએ 3 નવેમ્બરના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે એક માસ્ક લગાવ્યું છે. પ્રિયંકાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, શૂટ ફોર ડેઝ #thewhitetiger . અત્યારે અહીંયા શૂટિંગ કરવું એટલું કઠણ છે કે હું વિચારી પણ નથી શકતી કે આ પરિસ્થિતીઓમાં રહેવાનું છે.

પ્રિયંકાએ લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપતા લખ્યું છે કે આપણે એર પ્યૂરિફાયર અને માસ્ક સાથે તો પોતાને સુરક્ષિત રાખી શકવામાં સફળ છીએ, પરંતુ જેમની પાસે ઘર નથી તેમના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ.

પ્રિયંકા પહેલી એવી સેલિબ્રિટી નથી કે જેણે દિલ્હીના પ્રદૂષણ પર ટિપ્પણી કરી છે પરંતુ આ પહેલા પણ બોલીવુડ એભિનેતા અર્જુન રામપાલે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું દિલ્હીમાં ઉતર્યો જ હતો કે હવામાં શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. આ શહેરને શું થઈ ગયું છે? અહીંયા પ્રદૂષણ સ્મોગ રુપે દેખાઈ રહ્યું છે. લોકો માસ્ક લગાવીને ઘરેથી બહાર નિકળી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]