દીપિકા-રણવીરનું કેરિયર પર ધ્યાન, ફેમિલી પ્લાનિંગ નહીં

મુંબઈઃ વર્ષ 2020માં કેટલાય એવા બોલીવૂડ ફિલ્મસ્ટાર છે, જેમણે લગ્ન કરવા માટે સિંગલ સ્ટેટસ ખતમ કર્યું છે. બોલીવૂડ ફિલ્મસ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નને બે વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. દેશમાં લગ્ન પછી બાળકના પ્લાનિંગને લઈને સવાલો પુછાવા માંડે છે અને આ વિશે બોલીવૂડ કપલ્સ પણ બાકાત નથી. જોકે દીપિકા અને રણવીર સિંહે ફેમિલી પ્લાનિંગની બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. દીપિકાને જ્યારે ફેમિલી પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે અને રણવીર તેમની કેરિયરને વિશે ઘણા સિરિયસ છે અને હજી બંને બાળક માટે માનસિક રીતે તૈયાર નથી. બાળકની જવાબદારી લેવી એ બહુ મોટો નિર્ણય છે. બંને પાર્ટનર્સ જવાબદારી લેવા માનસિક રીતે તૈયાર થશે, એ પછી તેઓ ફેમિલી પ્લાનિંગ કરશે.

દીપિકાએ બોલીવૂડમાં વર્ષ 2007માં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી શાહરુખ ખાન સાથે ડેબ્યુ કર્યું હતું. તેની એ ફિલ્મ સુપરહિટ રહી હતી. દીપિકા શાહરુખ ખાનની સાથે પઠાણમાં નજરે ચઢશે. દીપિકા આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે આવવાની છે.

રણવીર સિંહ 83ના કપિલ દેવની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યો છે આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યો છે, જ્યારે રોહિત શેટ્ટી 1982ની ફિલ્મ અંગુરને રિમેક કરવાના છે. મેકર્સ આ ફિલ્મમાં રણવીર સાથે જૈકલિનની જોડી ઇચ્છે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]