દીપિકા પદુકોણને નવી ધુન સવાર થઈ છે – રનિંગ

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે એને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ આપેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારી છે અને કહ્યું છે કે પોતાની નવી ધુન છે રનિંગ.

દીપિકાને આજકાલ દોડવું વધારે ગમે છે. ફિટ રહેવા માટે એ સમય કાઢીને દોડવાની કસરત કરી લે છે.

દીપિકાએ એનાં જિમ ગીયરમાં દોડતી હોય એવો એક વિડિયો ટ્વિટર પર શેર પણ કર્યો છે.

એણે ટ્વીટમાં લખ્યું છે કે, ફિટનેસ વિશે હું ખૂબ સભાન રહું છું અને મારું નવું અબ્સેશન છે – રનિંગ. થેંક્યૂ પી.વી. સિંધુ, તારી ચેલેન્જ સ્વીકારું છું.

દીપિકાએ ત્યારબાદ મહિલા ક્રિકેટર મિતાલી રાજ, હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ગોલ્ફ ખેલાડી અદિતી અશોકને ચેલેન્જ આપી હતી.

હમ ફિટ તો ઈન્ડિયા ફિટ ચેલેન્જની શરૂઆત કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોરે કરી છે અને લોકોને ફિટ રહેવા માટે અપીલ કરી છે.

રાઠોરે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી હતી જેનો કોહલીએ સ્વીકાર કર્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી. પીએમ મોદીએ ચેલેન્જ સ્વીકારતાં કોહલીને લખ્યું છે કે હું ટૂંક સમયમાં જ મારો પર્સનલ ફિટનેસનો વિડિયો પોસ્ટ કરીશ.

httpss://twitter.com/deepikapadukone/status/999876724551634944

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]