‘લેડી દબંગ’ મુંબઈના રસ્તા પર દેખાઈ…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ ‘પદ્માવત’ ફિલ્મના વિવાદને કારણે હાલ કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે. વધુમાં, સહ-કલાકાર રણવીર સાથે એના લગ્નની અફવા પણ ચગી છે.

એવામાં, હાલ દીપિકાનો એક અલગ પ્રકારનો જ લૂક સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

આ લૂકમાં ‘મસ્તાની’, ‘રાણી પદ્માવતી’ દીપિકા લેડી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરના નવા અવતારમાં જોવા મળી છે.
આ અભિનેત્રી સફેદ શર્ટ, ખાખી પેન્ટ અને આંખો પર ચશ્મા સાથે લેડી પોલીસ ઈન્સ્પેક્ટરનાં ડ્રેસ સજ્જ થઈને મુંબઈના રસ્તા પર જોવા મળી હતી.

શું એ કોઈ નવી ફિલ્મમાં આવી રહી છે?

તમારી ઉત્સૂક્તાનો અંત લાવી દઈએ. ના, એણે કોઈ ફિલ્મના નહીં, પણ એક કમર્શિયલ જાહેરખબરના શૂટિંગ માટે પોઝ આપ્યાં હતાં.

ગમે તે કહો, પણ લેડી ઈન્સ્પેક્ટરનાં લૂકમાં દીપિકા કડક લાગતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]