લગ્નની તૈયારીઃ દીપિકાએ કેટલાની જ્વેલરી ખરીદી? મંગળસૂત્ર કેટલાનું છે?

મુંબઈ – બોલીવૂડનું સ્ટાર યુગલ – રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ટૂંક સમયમાં જ પરણી જવાનાં છે. બંને દ્વારા લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.

દેખીતી રીતે જ બોલીવૂડમાં આ સૌથી મોટો લગ્નપ્રસંગ હશે. બંનેનો લગ્નપ્રસંગ 14-15 નવેમ્બરે નિર્ધારિત થયો છે.

દીપિકાએ બેંગલુરુમાં લગ્ન-પૂર્વેની એક પૂજામાં ભાગ લીધો હતો. એમાં તે થનારી નવોઢાનાં પરિધાનમાં સજ્જ થઈ હતી.

દીપિકાએ હવે એનું બ્રાઈડલ શોપિંગ શરૂ કરી દીધું છે.

હાલમાં જ એ મુંબઈમાં એક અગ્રગણ્ય જ્વેલરી શોરૂમમાં ગઈ હતી. ખાસ દીપિકાને સુવિધા બની રહે એ માટે તે શોરૂમ એ દિવસે રોજ કરતાં અડધો કલાક વહેલો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ચર્ચા એ થઈ રહી છે કે દીપિકાએ લગ્ન માટે કેટલા રૂપિયાની જ્વેલરી ખરીદી છે?

કહેવાય છે કે એણે એ સ્ટોરમાંથી આશરે રૂ. એક કરોડની કિંમતની જ્વેલરી ખરીદી છે જેમાં એનાં અત્યંત સ્પેશિયલ મંગળસૂત્રનો પણ સમાવેશ થાય છે જેની કિંમત આશરે રૂ. 20 લાખ છે.

સુપરસ્ટાર અભિનેત્રીનું મંગળસૂત્ર પણ સુપર-પ્રાઈસવાળું જ હોય ને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]