‘હિચકી’ માટે દર્શકો તરફથી મળેલો પ્યાર મારાં માટે અણમોલ છેઃ રાની

મુંબઈ – અભિનેત્રી રાની મુખરજીએ ‘હિચકી’ ફિલ્મ સાથે બોલીવૂડના પડદા પર કમબેક કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એનું કહેવું છે કે આ ફિલ્મ માટે પોતાને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યાં છે એને તે ખૂબ જ અણમોલ માને છે.

‘હિચકી’ ફિલ્મે રિલીઝ થયાના છ દિવસમાં બોક્સ ઓફિસ પર કમાણી કરી છે અને એનો આંકડો રૂ. 22.70 કરોડ પર પહોંચી ગયો હતો.

રાનીએ સમાચાર સંસ્થા આઈએએનએસને જણાવ્યું છે કે આ એક એવો અહેસાસ છે જેમ કે ઘણા લોકોએ મને એમના પરિવારના હિસ્સા તરીકે ગણી લીધી છે. મારાં દર્શકોનો પ્યાર અને મોટાંઓનાં આશીર્વાદ છે.

‘હિચકી’માં 40 વર્ષીય રાનીએ ટોરીટ સિન્ડ્રોમથી પીડિત એક શિક્ષિકા (નૈના માથુર)નો રોલ કર્યો છે. તે બીમારીને કારણે એને વારંવાર હેડકી આવે છે.

રાનીએ લોકોને અપીલ કરી છે આ ફિલ્મ સરસ છે અને તેઓ જરૂર જુએ.

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં બતાવાયું છે કે ખામીને અવસરમાં બદલવાથી અને પડકારોનો મક્કમતાપૂર્વક સામનો કરવાથી આખરે સફળતા જરૂર મળે છે.