‘ઈજ્જત’ના સલીમ અને સલમાન ખાનના પિતા સલીમ એક જ છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૩ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

દિનેશ બગથરીયા (રાજકોટ)

સવાલઃ ઈજ્જત’ના સલીમ અને સલમાન ખાનના પિતા સલીમ એક જ છે?

જવાબઃ જી ના. ‘ઈજ્જત’ના નિર્માતા સલીમ માત્ર નિર્માતા છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન કથા લેખક છે. લેખક બનતા પહેલાં સલીમ ખાને બરાત, રામુ દાદા, કાબૂલી ખાન, તીસરી મંઝિલ અને પ્રોફેસર જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.