દિલ ક્યા કરે જબ કિસીસે કિસી કો પ્યાર હો જાયે કઈ ફિલ્મનું છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના દીપોત્સવી-1994 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

પ્રકાશ જે. બ્રહ્મભટ્ટ (ડીસા)

સવાલઃ દિલ ક્યા કરે જબ કિસીસે કિસી કો પ્યાર હો જાયે ગીત કઈ ફિલ્મનું છે? એના સંગીતકાર અને મુખ્ય કલાકાર કોણ છે?

જવાબઃ 1975માં રિલીઝ થયેલી ‘જુલી’ ફિલ્મમાં લક્ષ્મી, વિક્રમ, નાદિરા, ઓમ પ્રકાશ, રીટા ભાદુરી, સુલોચના, જલાલ આગા, રાજેન્દ્ર નાથ, ઉત્પલ દત્ત, અચલા સચદેવ અને આગાએ અભિનય કર્યો હતો. શ્રીદેવી બાળકલાકાર હતી. સંગીતકાર રાજેશ રોશન હતા.