આ સ્ટાર્સ માટે લગ્ન પછીની પહેલી દિવાળી બની રહેશે ખાસ

મુંબઈઃ દિવાળીનો તહેવાર આખા દેશમાં ધૂમધામ સાથે મનાવવામાં આવે છે અને આને સેલિબ્રેટ કરવામાં બોલિવુડ સ્ટાર્સ પણ ક્યારેય પાછળ રહેતા નથી. આ તહેવાર કોઈ પાર્ટીઓ કરીને તો કોઈ પોતાના ઘરે પૂજા-પાઠ કરીને મનાવે છે. આ વર્ષની દિવાળી કેટલાક બોલિવુડ સ્ટાર્સ માટે ખૂબ ખાસ બનવાની છે, કારણ કે આ સ્ટાર્સની આ વર્ષની દિવાળી તેમના લગ્ન પછીની પહેલી દિવાળી છે. આવો જાણીએ આ વર્ષે કયા કપલ્સ માટે ખૂબ ખાસ થવાની છે દિવાળી.

દીપિકા અને રણવીરગત વર્ષે નવેમ્બરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં જોડાઈ ગયા હતા. આ વર્ષે બોલિવુડના આ સૌથી ફેમસ કપલની પહેલી દિવાળી છે.

પ્રિયંકા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડાએ ગત વર્ષે 1 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ સેલિબ્રીટી કપલની આ પહેલી દિવાળી છે અને આ પર્વ તેઓ ખૂબ ધામધૂમથી મનાવવાના છે.

કપિલ શર્મા અને ગિન્ની

જાણીતા કોમેડિયન કપિલ શર્માએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. આ કપલ માટે તેમના લગ્ન બાદની પ્રથમ દિવાળી ખૂબ ખાસ બની રહેશે.

નુસરત જહાં અને નિખિલ જૈન

બાંગ્લા ફિલ્મોની પોપ્યુલર એક્ટ્રેસ અને લોકસભા સાંસદ નુસરત જહાંએ આ જ વર્ષે જૂનમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. હંમેશા ચર્ચામાં રહેનારી નુસરતની આ પહેલી દિવાળી છે. અને આ કપલે પણ પોતાની ફર્સ્ટ દિપાવલીને સ્પેશિયલ બનાવવા ખાસ તૈયારીઓ કરી રાખી છે.

પૂજા બત્રા અને નવાબ શાહ

બોલિવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ પણ આ જ વર્ષે જુલાઈમાં એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા ખૂબ પોપ્યુલર રહેતી પૂજા લગ્ન બાદ પોતાની પ્રથમ દિવાળી ઉજવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]