‘રેસ 3’ના શૂટિંગ દરમિયાન જેક્લીન ફર્નાન્ડિસને આંખમાં ઈજા થઈ

મુંબઈ – ‘રેસ’ સિરીઝની ત્રીજી આવૃત્તિ, ‘રેસ 3’ ફિલ્મનું હાલ અબુ ધાબીમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યાં એક્શન દ્રશ્યોના શૂટિંગ વખતે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને આંખમાં ઈજા થઈ છે.

વાસ્તવમાં, એ શૂટિંગ દરમિયાન થોડોક બ્રેક મળતાં સ્ક્વોશ ગેમ રમતી હતી ત્યારે બોલ એની આંખમાં વાગ્યો હતો.
એને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એની આંખમાંથી લોહી સતત વહેતું રહ્યું હતું.

એને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પાછી ફર્યા બાદ જેક્લીન સેટ પર પાછી ફરી હતી.

નિર્માતા રમેશ તૌરાનીએ જેક્લીનને ઈજા થયાના સમાચારને સમર્થન આપ્યું હતું. કહ્યું કે ઈજા નજીવા પ્રકારની છે. એને હવે સારું છે અને એણે શૂટિંગ ફરી શરૂ પણ કર્યું છે.

જેક્લીન પહેલાં અન્ય અભિનેત્રી આલિયા ભટ્ટને પણ વિદેશમાં એની ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. આલિયાને બલ્ગેરિયામાં બ્રહ્માસ્ત્રના શૂટિંગ વખતે જમણા ખભા-હાથમાં ઈજા થઈ હતી. એને અમુક અઠવાડિયાનો આરામ કરવાની ડોક્ટરોએ સલાહ આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]