અને જ્યારે અમિતાભ બચ્ચને ‘તુમ મેરી હો…’ ગીત પર કર્યું ટ્વીટ કર્યું…..

મુુંબઈઃ બોલીવુડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ ખાનનું ગીત ‘તુમ મેરી હો…..’ રિલીઝ થઈ ગયું છે. કમાલ ખાનના આ ગીત પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિતાભ બચ્ચને કમાલ ખાનના આ ગીતની લિંક પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. અમિતાભ બચ્ચને લખ્યું છે કે, પ્રસ્તુત છે KRK અને આયરાનું ગીત તુમ મેરી હો….. આના શબ્દો કેઆરકેએ લખ્યા છે જ્યારે નીતીશ ચંદ્રાએ આને ડાયરેક્ટ કર્યું છે.અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર કમાલ ખાનનું પણ રિએક્શન આવ્યું છે. તેમણે લખ્યુઃ ‘અમિતાભ બચ્ચન સર આપનો ખૂબ ખૂબ આભાર.’ દેખીતું છે કે, કોઈપણ એક્ટર-એક્ટ્રેસ માટે આ ખૂબ સન્માનની વાત છે કે અમિતાભ બચ્ચન તેમના ગીત અથવા ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપે. કમાલ ખાનના “તુમ મેરી હો” ગીતને યૂ-ટ્યૂબ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.જાણી લો કે, એક્ટર કમાલ આર ખાને ફિલ્મ દેશદ્રોહીથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. એ પછી કમાલ ખાને સૌથી વધારે ધ્યાન બીગ બોસ-3 દ્વારા ખેંચ્યું હતું. બોલીવુડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાન પોતાના ટ્વીટસને લઈને પણ સમાચારોમાં રહે છે. એ ઘણીવાર પોતાના ટ્વીટ દ્વારા બોલીવુડની અપકમિંગ ફિલ્મો પર રિવ્યુ પણ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]