દારૂના નશામાં કાર હંકારી અકસ્માત કર્યો; ચરિત્ર અભિનેતા દલીપ તાહિલની ધરપકડ

મુંબઈ – એક ઓટોરિક્ષા સાથે પોતાની લક્ઝરી કાર અથડાવી મારવા બદલ હિન્દી ફિલ્મોના પીઢ ચરિત્ર અભિનેતા દલિપ તાહિલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારે રાતે બની હતી.

મુંબઈના ખાર ઉપનગરમાં ચાઈના ગાર્ડન રેસ્ટોરન્ટની બહાર અકસ્માતનો તે બનાવ બન્યો હતો. એમાં બે જણ ઘાયલ થયા હતા.

તાહિલને બાદમાં જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

દલિપ તાહિલ બાઝીગર, સોલ્જર, ગુપ્ત તથા ભાગ મિલ્ખા ભાગ સહિત અનેક ફિલ્મોમાં રોલ માટે જાણીતા થયા છે.

અહેવાલ અનુસાર, તાહિલે એક્સીડન્ટ કરીને ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગણપતિ વિસર્જનને કારણે ટ્રાફિક હોવાથી ફસાઈ ગયા હતા. એ પછી ખાર પોલીસે એમની ધરપક કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]