લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ‘બાહુબલીઃ ધ બિગિનીંગ’ને અપાયું સ્ટેન્ડિંગ ઓવેશન

મુંબઈ – દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીએ બનાવેલી ‘બાહુબલીઃ ધ બિગિનીંગ’ ફિલ્મનો શનિવારે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ખાસ શો રાખવામાં આવ્યો હતો અને મોંઘેરા દર્શકોએ એને ખૂબ વખાણી હતી એટલું જ નહીં, પણ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.

સ્પેશિયલ શોને લગતા રીએક્શન વિડિયો અને તસવીરો ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. શો વખતે થિયેટર હાઉસફૂલ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ ‘બાહુબલીઃ ધ બિગિનીંગ’ ફિલ્મે રેકોર્ડ-બ્રેક લોકપ્રિયતા હાંસલ કરી છે.

‘બાહુબલી’ ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દર્શકોનો આભાર માનવામાં આવ્યો છે.

ટ્વીટની સાથે એક પોસ્ટ-સ્ક્રીનિંગ રીએક્શન વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કલાકારો પ્રભાસ, રાણા દગ્ગુબટ્ટી અને અનુષ્કા શેટ્ટી સહિતની ટીમ મંચ પર જતી હતી ત્યારે દર્શકોએ તાળીઓનાં ગડગડાટ અને હર્ષનાદો કરીને એમને વધાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, રોયલ આલ્બર્ટ હોલનું 148 વર્ષ પહેલાં ઉદઘાટન કરાયું ત્યારથી આ હોલ ખાતે પ્રદર્શિત કરાયેલી એકમાત્ર બિન-અંગ્રેજી ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગિનીંગ’ છે.

શો વખતે દિગ્દર્શક રાજામૌલીએ કહ્યું હતું કે બાહુબલી કાયમ ચાલુ રહેશે. આપણે હજી એનો અંત જોયો નથી.

દર્શકોમાં કેટલાક જાપાનીઝ પણ હતાં જેઓ બાહુબલી ફિલ્મ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શો બાદ રાજામૌલીને અભિનંદન આપવા ઘેરી વળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]