આયુષમાન ખુરાના, સાન્યા મલ્હોત્રાની ‘બધાઈ હો’નું શૂટિંગ શરૂ

મુંબઈ – પોતાની પહેલી જ હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’માં દિલ્હીના યુવકની ભૂમિકા કરનાર અને તાજેતરમાં જ આવેલી ‘શુભ મંગલ સાવધાન’માં જોવા મળેલો અભિનેતા આયુષમાન ખુરાના હવે નવી ફિલ્મ ‘બધાઈ હો’માં જોવા મળશે. એમાં એ ફરીથી ‘દિલ્હીવાલા લડકા’ના રૂપમાં પડદા પર રજૂ થશે.

આ ફિલ્મમાં એની હીરોઈન બની છે ‘દંગલ’ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા.

ફિલ્મના સેટ પરના ફર્સ્ટ લૂકમાં આ બંને કલાકાર ગુરુગ્રામમાં કોઈક ઓફિસમાં કોર્પોરેટ લૂકમાં દેખાય છે. એ ઓફિસમાં જ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

2017માં, આયુષમાન બે હિટ ફિલ્મ આપી હતી. ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બરેલી કી બરફી’. બંને ફિલ્મમાં એના અભિનયથી દર્શકો ખુશ થયા હતા.

‘બધાઈ હો’નું દિગ્દર્શન અમિત શર્મા કરી રહ્યા છે. જંગલી પિક્ચર્સ બેનર સાથે આયુષમાનની આ બીજી ફિલ્મ છે.

‘બધાઈ હો’માં એક એવા પરિવારની વાર્તા છે જેને અમુક અણધાર્યા સમાચાર મળે છે અને એનો તે રસપ્રદ રીતે સામનો કરે છે.

‘બધાઈ હો’નું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરાયું છે. એની રિલીઝ તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]