રૂપેરી પડદા પરથી બ્રેક લેનાર અનુષ્કા શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ રૂપેરી પડદા પરથી બ્રેક લઈને નિરાંતમાં પોતાનો સમય વિતાવી રહી છે.

અનુષ્કા શર્મા-કોહલી છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં દેખાઈ હતી. ત્યારપછી એણે નવી કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

આ બ્રેક દરમિયાન એ ઈંગ્લેન્ડ-વેલ્સમાં સમગ્ર આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધા વખતે એનાં પતિ અને ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીની સાથે જ રહી હતી.

મુંબઈ પાછી ફર્યાં બાદ એણે એક આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે. એની અમુક તસવીરો બોલ્ડ અને બ્યુટીફુલ છે.

અનુષ્કાએ તાજેતરમાં એક મુલાકાત વખતે પોતાની અમુક અંગત વાતો પણ કરી હતી. એણે કહ્યું હતું કે, ‘મેં 29 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધાં. કોઈ ફિલ્મ અભિનેત્રી માટે તો આ ઉંમર ઘણી નાની જ કહેવાય, પરંતુ મેં લગ્ન એટલા માટે કરી લીધાં કે હું પ્રેમમાં હતી અને આજે પણ પ્રેમમાં છું. લગ્ન એક કુદરતી પ્રગતિ જેવું છે.’

અનુષ્કાએ ગયા વર્ષે બે ફિલ્મ કરી હતી – ‘સૂઈ ધાગા’ અને ‘ઝીરો’. ‘સૂઈ ધાગા’ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી જ્યારે ‘ઝીરો’ પીટાઈ ગઈ હતી.

અનુષ્કા તેનાં પ્રોડક્શન બેનર – ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ ‘માઈ’ નામે નેટફ્લિક્સ સીરિઝનું નિર્માણ કરવાની છે. જોકે એણે હજી બોલીવૂડની નવી કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]