ના, હિમેશ પહેલા અનુરાગ કશ્યપ પણ આ કામ કરી ચૂક્યા છે

મુંબઈ: આજકાલ બોલીવુડ મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર હિમેશ રેશમિયા એક રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી મહિલા રાનૂ મંડલને બોલીવુડમાં એન્ટ્રી આપાવીને જબરજસ્ત લોકચાહના મેળવી રહ્યા છે. પરંતુ હકીકતમાં બોલીવુડમાં આવુ કરનાર હિમેશ પ્રથમ સેલિબ્રિટી નથી. આ પહેલા બોલીવુડ નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ પણ આ કામ કરી ચૂક્યા છે.

અનુરાગ કશ્યપ નિર્દેશિત ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસે વાસેપુર’ ઘણી ચર્ચાઈ હતી. આ ફિલ્મનું ગીત દિલ છીછાલેદર ઘણુ લોકપ્રીય થયું હતું. ઉત્તર ભારતીય અંદાજમાં ગવાયેલું આ ગીત હકીકતમાં મુંબઈના સાયન સ્ટેશન પર ગીતો ગાતો એક 16 વર્ષની છોકરી દુર્ગાએ ગાયું હતું. દુર્ગા આંધ્રપ્રદેશની રહેવાસી છે, તેની એક બહેન પણ છે, પોતાના પરિવારનુ ગુજરાન ચલાવવા માટે એ મુંબઈના રેલવે સ્ટેશનો પર ગીતો ગાતી હતી.

દુર્ગાને ફિલ્મકાર આનંદ સુરપુરએ શોધી હતી

જે રીતે રાનૂ મંડલને પશ્ચિમ બંઘાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાતા જોઈને જેવી રીતે એતીન્દ્ર ચક્રવર્તીએ વીડિયો રેકોર્ડ કર્યો હતો એવી જ રીતે દુર્ગાને રેલવે સ્ટેશન પર ગાતા જોઈ ફિલ્મકાર આનંદ સુરપુરે તેમની પ્રતિભાને ઓળખીને કાઢી હતી. આનંદે દુર્ગા સાથે બે વર્ષ સુધી કામ કર્યું. આ દરમ્યાન તેમણે દુર્ગા સાથે એક આલ્બમ પણ રિલીઝ કર્યો. આ દિવસોમાં જ મ્યૂઝિક ડાયરેક્ટર સ્નેહા ખાનવાલકર દુર્ગાના અવાજ થી પ્રભાવીત થયાં. સ્નેહાએ અનુરાગ કશ્યપને દુર્ગા અંગે જાણાવ્યુ અને ત્યારબાદ નક્કી કર્યું કે, ગેંગ્સ ઓફ વાસેપુર 2 ના ગીત દિલ છીછાલેદર દુર્ગાના અવાજમાં કમ્પોઝ કરવામાં આવે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મ્યૂઝિક કમ્પોઝર સ્નેહા ખાનવાલકર અને તેમના ભાઈની મદદથી દિલ છીછાલેદર ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતુ. આ ગીતને રેકોર્ડ કરવામાં દુર્ગાને ચારથી પાંચ દિવસનો સમય લાગ્યો હતો. એ સમયે દુર્ગાએ કહ્યું હતું કે, મેં કદી સપને પણ નહતું વિચાર્યુ કે, મને આટલુ મોટું પ્લેટફોર્મ મળશે.