અનુપમ ખેરને જ્યારે ‘ગોડફાધર’ અભિનેતા રોબર્ટ ડી નીરોએ બર્થડે પાર્ટી આપી

મુંબઈ – બોલીવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરે ગઈ 7 માર્ચે એમનો 63મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ખેર માત્ર બોલીવૂડ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે પણ જાણીતા થયા છે.

એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એમની સાથે હોલીવૂડ અભિનેતા રોબર્ટ ડી નીરો મજાકીયા મૂડમાં દેખાય છે અને ખેર માટે બર્થડે ગીત પણ ગાઈ રહ્યા છે.

ખેરે જાણકારી આપી છે કે હોલીવૂડની ‘ધ ગોડફાધર’ ફિલ્મના અભિનેતા ડી નીરોએ પોતાના ઘેર ખેર માટે બર્થડે પાર્ટી યોજી હતી. પોતાના જીવનનો આ યાદગાર પ્રસંગ આપવા બદલ ખેરે ડી નીરોનો આભાર માન્યો છે. ખેરે ડી નીરોને ‘ગોડ ઓફ એક્ટિંગ’ તરીકે ઓળખાવ્યા છે.

અનુપમ ખેરનો જન્મ 1955ની 7 માર્ચે શિમલામાં થયો હતો.

httpss://twitter.com/AnupamPKher/status/971964743186464775

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]