બલ્ગેરિયામાં ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ દરમિયાન આલિયાને ઈજા થઈ

મુંબઈ – અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાનો 25મો જન્મદિવસ ગયા અઠવાડિયે બલ્ગેરિયામાં ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉજવ્યો.

આ ફિલ્મમાં આલિયા અને રણબીર કપૂરની રોમેન્ટિક જોડી છે.

અયાન મુખરજીના દિગ્દર્શનવાળી આ ફિલ્મનું એક સ્ટન્ટ દ્રશ્ય ભજવતી વખતે આલિયા ઘાયલ થઈ હતી. એને જમણા ખભા અને હાથ પર ઈજા થઈ હતી.

‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ બલ્ગેરિયામાં પતાવીને આ મહિનાના અંત ભાગમાં ભારત પાછા ફરવાનું નિર્માતાઓએ નિર્ધારિત કર્યું હતું, પરંતુ આલિયા ઘાયલ થતાં ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવું પડ્યું છે.

આલિયાને ખભા પર ઈજા થવાથી ડોક્ટરે એને સ્લિંગ પહેરવાનું અને આરામ કરવા કહ્યું છે.

આલિયા ગયા ફેબ્રુઆરીથી આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

હજી તો ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગનું આ પહેલું જ શેડ્યૂલ છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોયની પણ ભૂમિકા છે. મૌની આમાં નકારાત્મક ભૂમિકા કરી રહી છે.

આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે અને ફિલ્મ આવતા વર્ષે 15મી ઓગસ્ટે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]