અક્ષય કુમારે ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે 3-ફિલ્મનો કરાર કર્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર આવતી 29 નવેમ્બરે રિલીઝ થનારી 2.0 ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીકાંત અને એમી જેક્સન પણ છે.

અક્ષય આ ઉપરાંત નવી 3 ફિલ્મમાં પણ કામ કરશે. આ માટે એણે ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ ત્રણેય ફિલ્મમાં એ મુખ્ય ભૂમિકા ભજવશે.

પહેલી ફિલ્મ અવકાશ સંશોધનને લગતી હશે. એનું નામ છે મિશન મંગલ. ફિલ્મનું દિગ્દર્શન કરશે આર. બાલ્કી. શૂટિંગ નવેમ્બરના મધ્યમાં જ શરૂ થશે.

અક્ષયે કહ્યું છે કે નવા ક્રીએટિવ પાર્ટનર તરીકે ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે જોડાવા મળ્યું છે એનો મને આનંદ છે. મને નવો મનોરંજક અને સિનેમેટિક અનુભવ મળશે.

ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે અક્ષય સાથે મળીને અમે આ પહેલાં જોલી એલએલબી 2 ફિલ્મ આપી ચૂક્યા છીએ અને દર્શકોને એ બહુ પસંદ પડી હતી. 2017ના વર્ષની એ હિટ ફિલ્મ હતી. હવે અમે અક્ષય સાથે વધુ 3 ફિલ્મ માટે ભાગીદારી કરી છે. અમારી સાથે કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ પણ જોડાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]