અક્ષય કુમાર, સલમાન ખાન કરોડો રૂપિયા કમાય છેઃ ફોર્બ્સ

ન્યુ યોર્ક – અમેરિકાના જગપ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયામાં સૌથી વધુ કમાણી કરતા ફિલ્મ અભિનેતાઓની વર્ષ 2018 માટેની યાદી બહાર પાડી છે. એમાં બે બોલીવૂડ સુપરસ્ટાર – અક્ષય કુમાર અને સલમાન ખાનનું પણ નામ છે.

આ યાદીમાં પહેલું નામ હોલીવૂડ અભિનેતા જ્યોર્જ ક્લુનીનું છે.

અક્ષયે હાલમાં જ ટોઈલેટઃ એક પ્રેમ કથા અને પેડ મેન ફિલ્મોમાં કામ કર્યું હતું. યાદીમાં એનું નામ સાતમા નંબરે છે. ફોર્બ્સના આંકડા અનુસાર, અક્ષયે જૂન 1, 2017 અને જૂન 1, 2018 વચ્ચેના સમયગાળા દરમિયાન સાડા ચાર કરોડ ડોલર જેટલી રકમની કમાણી કરી હતી. એણે બેકએન્ડ પ્રોફિટ તથા ટાટા, એવરેડી સહિત 20 જેટલી બ્રાન્ડ્સ માટેની જાહેરખબરોમાં કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.

સલમાન ખાનની આવક 3 કરોડ 85 લાખ હતી. એ ટાઈગર ઝિંદા હૈ જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. એ પણ સુઝૂકી મોટરસાઈકલ્સ, ક્લોરોમિન્ટ ગમ સહિત અનેક બ્રાન્ડ્સ માટેની જાહેરખબરોમાં કામ કરે છે.

57 વર્ષીય જ્યોર્જ ક્લૂનીની કમાણીનો આંક છે, 23 કરોડ 90 લાખ ડોલર.

યાદીમાં બીજા નંબરે ધ રોકનો અભિનેતા ડ્વેન જોન્સન છે, જેની કમાણીનો આંક છે 12 કરોડ 40 લાખ ડોલર.

અવેન્જર્સઃ ઈન્ફિનિટી વોરનો અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર 8 કરોડ 10 લાખ ડોલર ત્રીજા નંબરે છે જ્યારે એનો સાથી અભિનેતા ક્રિસ હેમ્સવર્થ 6 કરોડ 45 લાખ ડોલર સાથે ચોથા ક્રમે, ચીનનો મૂવી સ્ટાર જેકી ચેન 4 કરોડ 55 લાખ ડોલર સાથે પાંચમા ક્રમે, વિલ સ્મિથ 4 કરોડ 20 લાખ ડોલર સાથે છઠ્ઠે, એડમ સેન્ડલર 3 કરોડ 95 ડોલર સાથે આઠમે અને ક્રિસ ઈવાન્સ 3 કરોડ 40 લાખ ડોલર સાથે 10મા નંબરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]