રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં ફસાઈ “હાઉસફુલ 4”, લાગ્યો ગંભીર આરોપ…

નવી દિલ્હીઃ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ટ્રેલરને દર્શકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. આ ફિલ્મ આ વર્ષે 26 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ તેને મોટો ઝાટકો લાગ્યો છે. હાઉસફૂલ 4 ફિલ્મના મેકર્સ પર ચોરીનો આરોપ લાગ્યો છે.

ડેક્કન ક્રોનિકલના એક રિપોર્ટ અનુસાર હાઉસફુલ 4ના ટ્રેલર રિલીઝ વાળા દિવસે જ તેના બેકગ્રાઉન્ડ સ્કોર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આનું બેકગ્રાઉન્ડ સ્કોર ચિરંજીવી સ્ટારર ફિલ્મ “કેદી નં 150”થી લેવામાં આવ્યું છે.

હવે આ રિપોર્ટ અનુસાર ટ્રેલરમાં જે મ્યુઝીક સંભળાઈ રહ્યું છે તો હકીકતમાં મ્યૂઝીક ડાયરેક્ટર દેવી શ્રી પ્રસાદ દ્વારા “કેદી નં 150” માંથી લેવામાં આવ્યું છે પરંતુ આની ક્રેડિટ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને આપવામાં નથી આવી.

આ મામલે અત્યારે કોઈ જાણકારી નથી મળી શકી. તો મેકર્સે અત્યારસુધી આના પર કોઈ પ્રતિક્રિયા પણ નથી આપી. મ્યૂઝિક ડાયરેક્ટર દેવી શ્રી પ્રસાદ અત્યારે યૂરોપની ટૂર પર છે. ભારત આવતા જ તેઓ આ મામલે નોંધ લેશે.

આપને જણાવી દઈએ કે હાઉસફૂલ 4 માં અક્ષય કુમાર સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ 6 સ્ટાર્સે પણ અહીંયા ડબલ રોલ નિભાવ્યા છે.