સૌથી વધુ કમાણીઃ ‘બજરંગી ભાઈજાન’ કરતાં ‘ખિલાડી’ ચડિયાતો

મુંબઈ – બોલીવૂડની ફિલ્મોમાં કમાણી કરવાની દ્રષ્ટિએ અક્ષય કુમારે સલમાન ખાનને પાછળ રાખી દીધો છે.

‘ખિલાડી’ અક્ષય હવે રૂ. 277.25 કરોડ (40.5 મિલિયન ડોલર) સાથે બોલીવૂડનો જ નહીં, ભારતનો સૌથી વધુ કમાણી કરતો ફિલ્મ કલાકાર છે.

અમેરિકાના બિઝનેસ મેગેઝિન ફોર્બ્સના સર્વેક્ષણ પરથી આ માલૂમ પડ્યું છે.

ફોર્બ્સે સૌથી વધારે કમાણી કરતી વિશ્વની ટોચની 100 સેલિબ્રિટી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી છે. એમાં અક્ષય કુમાર 76મા નંબરે છે.

આ યાદીમાં ‘બજરંગી ભાઈજાન’, ‘ટાઈગર ઝિંદા હૈ’નો અભિનેતા સલમાન ખાન 82મા નંબરે છે. એની કમાણીનો આંક છે રૂ. 258 કરોડ (37.7 મિલિયન ડોલર).

આ યાદીમાં અક્ષય અને સલમાન માત્ર બે જ ભારતીય સેલિબ્રિટી વ્યક્તિ છે.

આશ્ચર્યજનક રીતે, શાહરૂખ ખાન આ લિસ્ટમાં સામેલ નથી.