‘બધાઈ હો’ બાદ નીના ગુપ્તા, ગજરાજ સિંહ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં ચમકશે

0
820

મુંબઈ – ગયા વર્ષે ‘બધાઈ હો’ ફિલ્મમાં દર્શકોને હસાવ્યા બાદ કલાકારો નીના ગુપ્તા અને ગજરાજ રાવ હવે અભિનેતા આયુષ્માન ખુરાનાની ગે લવસ્ટોરી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ માટે પસંદ કરવામાં આવ્યા છે.

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મ 2017માં આવેલી ‘શુભ મંગલ સાવધાન’નો બીજો ભાગ છે.

આનંદ એલ. રાય નિર્મિત ‘શુભ મંગલ સાવધાન’ને દર્શકો તરફથી આવકાર મળ્યો હતો. તે ફિલ્મનો વિષય રમૂજ સાથે શીઘ્રપતનની સમસ્યાનો હતો. હવે બીજા ભાગમાં સમલૈંગિકનો વિષય હશે. ફિલ્મની વાર્તા અને દિગ્દર્શન હિતેશ કેવલ્યાના હશે.

આનંદ રાયે કહ્યું છે કે, ‘નવી ફિલ્મમાં નીનાજી અને ગજરાજ રાવ જેવા ટેલેન્ટેડ કલાકારોને સાઈન કરાયા એનો અમને આનંદ છે.’

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ આવતા વર્ષના આરંભમાં રિલીઝ થવાનું નિર્ધારિત છે.