દીપિકા-રણવીરે એમનાં લગ્નની તારીખ ઘોષિત કરીઃ 14-15 નવેંબર

મુંબઈ – બોલીવૂડ કલાકારો દીપિકા પદુકોણ અને રણવીર સિંહે એમનાં બહુપ્રતિક્ષિત લગ્નની તારીખ અંતે ઘોષિત કરી છે. તેઓ આવતી 14-15 નવેંબરે પરણવાનાં છે.

બંનેએ સોશિયલ મિડિયા પર એમનાં લગ્નની જાહેરાત કરતા કાર્ડની તસવીરો જ પોસ્ટ કરી દીધી છે. બંનેએ હિન્દી અને અંગ્રેજી, એમ બે ભાષામાં તૈયાર કરાયેલા કાર્ડની તસવીરો પોસ્ટ કરી છે.

કાર્ડમાં લખ્યું છે કે અમારાં બંનેનાં પરિવારજનોનાં આશીર્વાદથી અમને એ જણાવતાં ખુશી થાય છે કે અમારાં લગ્ન આ વર્ષની 14 અને 15 નવેંબરે યોજવાનું નક્કી થયું છે. આટલા વર્ષોમાં અમને પ્રેમ અને સ્નેહ આપનાર તમામનાં અમે આભારી છીએ અને અમારી શરૂ થનાર પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની ખૂબસૂરત સફર માટે અમે તમારા આશીર્વાદ માગીએ છીએ.

જોકે કાર્ડમાં લગ્નના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

દીપિકા અને રણવીર છેલ્લા ઘણા સમયથી એકબીજાનાં સંબંધમાં છે. બંને લગ્ન કરશે એવી ઘણા વખતથી અટકળો થતી હતી. જોકે બંને જણે મૌન જાળવી રાખ્યો હતો. અંતે આજે એ અટકળોનો અંત આવી ગયો છે.

રણવીર અને દીપિકા ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ ફિલ્મોમાં સાથે ચમક્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]