‘102 નૉટ આઉટ’નું સુપરહિટ ‘બડુમ્બા’ ગીત રજૂ કરવામાં આવ્યું

મુંબઈ – અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને જિમીત ત્રિવેદીને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘102 નૉટ આઉટ’નું ‘બડુમ્બા’ ગીત આજે લૉન્ચ કરવામાં આવ્યું છે.

સૌમ્ય જોશી લિખિત, ઉમેશ શુક્લ દિગ્દર્શિત ‘102 નૉટ આઉટ’ ફિલ્મ એ જ નામવાળા ગુજરાતી નાટક પર આધારિત છે. ફિલ્મમાં 102 વર્ષના પિતાશ્રી (અમિતાભ બચ્ચન) પોતાના પંચોતેર વર્ષના બોરિંગ લાઈફ જીવતા પુત્ર (રિશી કપૂર)ને વૃદ્ધાશ્રમમાં મૂકવાની ધમકી આપે છે, જો એ જીવનમાં રસ લેતો ન થાય તો.

અમિતાભ ભટ્ટાચાર્યે લખેલા ‘બડુમ્બા’ સોંગનું સ્વરાંકન અમિતાભ બચ્ચને કર્યું છે. ‘ઝુમ્બા’, ‘તુમ્બા’ ને ‘બડુમ્બા’ જેવા શબ્દો આધારિત, યુવાનોને ગમી જાય એવું એક આપણે કરીએ એ વિચાર પણ બચ્ચન સરનો જ. બચ્ચન ઉપરાંત રિશી કપૂરે પણ સૌપ્રથમ વાર ગીતમાં પોતાનો કંઠ આપ્યો છે.

સોંગ લૉન્ચ અવસરે અમિતાભ બચ્ચન તથા રિશી કપૂર ઉપરાંત લેખક સૌમ્ય જોશી, દિગ્દર્શક ઉમેશ શુક્લા યુવા ગુજરાતી અભિનેતા જિમીત ત્રિવેદી, વગેરે ઉપસ્થિત હતા.

અમિતાભને આ પ્રસંગે પત્રકારોએ કઠુઆમાં માસૂમ બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટના વિશે પ્રત્યાઘાત આપવાનું કહેવામાં આવ્યું ત્યારે અમિતાભે કહ્યું કે એ ઘટના એટલી બધી ઘૃણાસ્પદ છે કે એ વિશે કંઈ બોલવું એ પણ એટલું જ ઘૃણા ઉપજાવનારું છે.

‘102 નૉટ આઉટ’ ફિલ્મ 4 મેના રોજ રિલીઝ થશે.

httpss://youtu.be/9-kkTYXqmrw

(ફોટોગેલરી)…

રિશી કપૂર, અમિતાભ બચ્ચન, ઉમેશ શુક્લા

httpss://youtu.be/50ELJDGmJgI

(અહેવાલ, તસવીરો, વિડિયોગ્રાફીઃ કેતન મિસ્ત્રી)