મોદી સરકાર નોટબંધીથી લઈને જીએસટી તમામ મોરચે નિષ્ફળઃ ડૉ.મનમોહનસિંહ

અમદાવાદ– પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે આજે અમદાવાદમાં વેપારીઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો, જેમાં તેમણે મોદી સરકાર સદતર નિષ્ફળ ગઈ છે, તેમ કહીને નોટબંધી અને જીએસટીથી દેશને ખુબ મોટુ નુકશાન થયું છે. દેશનો તમામ વર્ગ દુખી છે. તેમ કહીને ગુજરાતના લોકોને કોંગ્રેસમાં ફરીથી વિશ્વાસ મુકવા અપીલ કરી હતી.પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે શાહીબાગના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં સંવાદ કર્યો હતો. ડૉ.મનમોહનસિંહે કહ્યું હતું કે હું નોટબંધીના વિરોધમાં હતો. અને નોટબંધી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સરકારના ઈરાદા નોટબંધીથી ખુલ્લા પડ્યા છે. નોટબંધીએ બ્લેકમનીનો ઉકેલ નથી. 8 નવેમ્બર એ આપણા દેશની લોકશાહી માટે અને અર્થતંત્ર માટે કાળો દિવસ હતો. મને એ ખબર નથી કે પીએમ મોદીને નોટબંધી કરવાની સલાહ કોણે આપી ? નોટબંધી ડિઝાસ્ટર પૉલીસી હતી. નોટબંધી પછી 99 ટકા નાણુ સીસ્ટમમાં પરત કેવી રીતે આવી ગયું, તે અતિમહત્વના સવાલ છે.

ડૉ. મનમોહનસિંહના સંવાદના મુખ્ય અંશ

 • નોટબંધીથી જીડીપીમાં ઘટાડો થયો
 • નોટબંધીથી વેપાર-ધંધા પડી ભાંગ્યા
 • એક ટકા જીડીપી ઘટે તો 1 લાખ કરોડનો ફરક પડે છે.
 • નોટબંધીએ વ્યવસ્થિત રીતે ચલાવેયલી લૂંટ હતી.
 • નોટબંધીની જાહેરાતથી હું સ્તબ્ધ થઈ ગયો હતો.
 • જીએસટીનો નિર્ણય ખુબ ઉતાવળે લેવાયેલો નિર્ણય હતો.
 • જીએસટીનો નિર્ણય દેશ માટે આફત બની ને આવ્યો, ચીનને ફાયદો થયો છે.
 • અમે જે જીએસટી લાગુ કરવા માંગતા હતા, તે આ જીએસટી નથી.
 • જીએસટીને કારણે 45,000 કરોડથી વધુની આયાત થઈ છે, જે 23 ટકાનો વધારો દર્શાવે છે.
 • ગુજરાતે બે મહાન નેતા આપ્યા- મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ
 • ગાંધીજીએ કહ્યું હતું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા મંથન કરવું જોઈએ
 • 25 વર્ષમાં આ વર્ષે વિદેશી રોકાણ સૌથી ઓછુ રહ્યું છે.
 • કોઈપણ નિર્ણય લેતા ગરીબોનું ધ્યાન રાખવું જોઈએ.
 • મોદી સરકાર ટેક્સ ટેરરીઝમ ચલાવે છે.
 • બુલેટ ટ્રેન મોદી સરકારની શો બાજી છે. તેનાથી ગુજરાતને કોઈ ફાયદો થવાનો નથી.
 • સૌથી વધુ રેલવે અકસ્માત મોદી સરકારમાં થયા છે.
 • હું ગર્વથી કહી શકું તે અમે 140 મિલિયન લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા છીએ
 • સરદાર પટેલમાંથી પીએમએ પ્રેરણા લીધી હોત તો 1 રાષ્ટ્ર 1 ટેક્સનો ઉપાય સાથે પરિણામ કંઈક અલગ જ હોત
 • નર્મદા યોજનાની શરૂઆત જવાહરલાલ નહેરુએ કરી હતી.
 • જંગલની જમીન વેચવાના કાયદામાં છેડછાડ કરવામાં આવી છે. ફોરેસ્ટ એક્ટ 2008માં લાગુ થયો હતો.
 • ગુજરાતની જનતા ફરીથી કોંગ્રેસ પર વિશ્વાસ મુકે.
 • ગુજરાત સરકારને શિક્ષણનું ખાનગીકરણ કર્યું છે, ગુજરાતની જનતાને મોંઘુ પડી રહ્યું છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]