ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, આ દરમ્યાન અમદાવાદમાં તેમના જીવન સંઘર્ષ પર લખાયેલ પુસ્તક ‘ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આનંદી બેન પટેલે ગુજરાતમાં દારુબંધીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
અમદાવાદમાં આનંદીબેન પટેલનાના જીવન સંઘર્ષ પર લખાયેલા ‘ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પુસ્તકમાં બાળપણથી રાજ્યપાલ સુધીનો સફર આવરી લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું. આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં દારૂબંધી મુદ્દે બોલતા કહ્યું કે, મેં ત્યાં દારૂ છોડાવી દીધો અને અહીં દારૂ બંધી લોકો હટાવી રહ્યા છે લોકોને શુ થઈ રહ્યું છે. ગુજરાતમાં આ રીતે શાંતિ ભંગ ન થવા દેવી જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તમે ગુજરાતમાં જે દારૂબંધી છે તેને કાઢવાની વાત કરો છો, મેં તો પેપરમાં વાંચ્યું છે સાચું ખોટું મને ખબર નથી. આપણે ત્યા છોકરીઓ ગુજરાતમાં ચાર-ચાર વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે, તેનું કારણ દારૂબંધી છે. ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાઓએ બહેનો બહાર નીકળી શકતી નથી, તેવી સ્થિતિ છે. ભવિષ્યમાં શું પરિણામ આવશે તે વિશે વિચાર કરીને કરવું પડશે.
ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ આપે છે. આજે જે પણ ઉચ્ચ હોદ્દાના લોકો કામ કરવા માટે રહ્યા, તેમના પરિવારો ક્યા વસ્યા છે તે તો જુઓ. ક્યા પાછા ગયા, ગુજરાતમાં જ વસ્યા ને. શું કામ ગુજરાતમાં વસ્યા. મહિલાઓને શાંતિ જોઈએ છે, અને એ શાંતિનો ભંગ ન થવો જોઈએ.




