ઝોમેટોએ કરી લીધી 2800 કરોડની કમાણી, ભૂલ સ્વીકારી ગ્રાહકો પર ઢોળ્યો દોષ…

નવી દિલ્હીઃ ઓનલાઈન ફૂડ બૂકિંગ અને ડિલિવરી કરનારી કંપની ઝોમેટો અને રેસ્ટોરન્ટ માલિકો વચ્ચે સર્જાયેલો ખટરાગ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. રેસ્ટોરન્ટ માલિકોની નારાજગી કંપનીને ઝોમેટો ગોલ્ડને લઈને છે. ઝોમેટોએ પોતાના ગોલ્ડ પ્રોગ્રામ દ્વારા 2800 કરોડ રુપિયા કમાઇ લીધાં છે. જો કે કંપનીએ પોતાની ભૂલ માની લીધી છે પરંતુ ગ્રાહકો પર પણ આનો દોષ નાંખ્યો છે.

આ  કંપનીની સ્થાપનાના સમયે અર્જિત કુલ રકમ 60 ટકા છે. આ પ્રોગ્રામ અંતર્ગત કંપની ગોલ્ડ ક્લબમાં મેમ્બર્સને ટેબલ બૂકિંગ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે. રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે ભારે ડિસ્કાઉન્ટથી તેમના બિઝનેસને ખૂબ નુકસાન થયું છે. આના વિરોધમાં વિભિન્ન શહેરોમાં 1200 થી વધારે રેસ્ટોરન્ટ ઝોમેટો ગોલ્ડ પ્લેટફોર્મથી પોતાને અલગ કરી ચૂક્યાં છે. કંપનીએ રેસ્ટોરન્ટ માલિકોને અપીલ કરી છે કે તે પોતાના પ્લેટફોર્મથી ન હટે.

કંપનીએ ઝોમેટો ગોલ્ડની શરુઆત વર્ષ 2017માં કરી હતી. કંપનીએ આ ગોલ્ડ ક્લબ મેમ્બર્સની સંખ્યા વધારે પોતાની રેવન્યૂ વધારી લીધી. તો રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે શરુઆતમાં જે વાતને લઈને આ પ્રોગ્રામની શરુઆત કરવામાં આવી હતી, હવે તેમાં બિલકુલ બદલાવ આવી ગયો છે.

પહેલાં દેશભરમાં ગોલ્ડ ક્લબના સદસ્યોની સંખ્યા 5000 થી 1000 સુધી સીમિત રાખવાનો પ્લાન હતો. આનો ઉદ્દેશ્ય ગ્રાહકોને આકર્ષિત કરવાનો અને વેચાણ વધારવાનો હતો. જો કે, ઝોમેટો ગોલ્ડના યૂઝર્સની સંખ્યા વધીને 13 લાખ સુધી પહોંચી ગઈ છે. ગોલ્ડ પ્રોગ્રામ અંતર્ગત ઝોમેટો જ્યાં એકબાજુ યૂઝર્સ પાસેથી સબ્સક્રિપ્શન ફી લે છે, ત્યાં જ રેસ્ટોરન્ટ માલિકો પાસેથી પણ આમાં જોડાવા માટે જોઈનિંગ ફી લે છે.

પહેલાં આ ફી 40 હજાર રુપિયા જેટલી હતી હવે વધીને 75,000 રુપિયા થઈ ગઈ છે. જો કે કંપનીએ આ મામલે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. કંપનીએ આ મામલે પણ ગ્રાહકો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]