બેરોજગારીમાં 1 મહિનામાં મળશે PF ના 75 ટકા પૈસા, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રીએ નોટિફિકેશન જાહેર રહ્યું છે કે પીએફ મેમ્બર નોકરી ગયા બાદ એક મહિના બાદ પોતાના અકાઉન્ટમાં કુલ જમા રકમનો 75 ટકા ભાગ કાઢી શકશે અને સાથે જ તેનું અકાઉન્ટ પણ ચાલતું રહેશે. અત્યાર સુધી એ પ્રકારની વ્યવસ્થા હતી કે બેરોજગાર થયાના બે મહિના બાદ પીએફ મેમ્બરને પૂરા પૈસા કાઢવાની જ મંજૂરી હતી જેના કારણે તેનું અકાઉન્ટ બંધ થઈ જતું હતું. તો આ સીવાય મેમ્બર્સને પોતાના બચેલા 25 ટકા પૈસા બીજા બે મહીનાની અંદર ફાઈનલ સેટલમેન્ટ બાદ નિકાળવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

જૂન માસમાં થયેલી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 6 ડિસેમ્બરના રોજ લેબર મિનિસ્ટ્રીએ આ સંદર્ભમાં એક નોટિફિકેશન જાહેર કરી દીધું છે. 75 ટકા પૈસા કાઢ્યા બાદ ઈપીએફઓમાં અકાઉન્ટ રહેવું રહેવું એક મોટી સુવિધા છે જેને રોજગાર મળ્યા બાદ ફરીથી ચાલુ કરી શકાય છે.

જો કે પહેલા એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે બેરોજગાર થવા પર એક માસ બાદ 60 ટકા જેટલી રકમ કાઢવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ સીબીટીએ આ લિમિટ વધારીને 75 ટકા કરી દીધી.