આઈઆરસીટીસી યુઝર્સ ધ્યાનમાં રાખો આ માહિતી, નહીં તો ટિકિટ નહીં થાય બૂક..

આઈઆરસીટીસી યુઝર્સ ધ્યાન રાખો આ  માહિતી, નહીં તો ટિકિટ નહીં થાય બૂક..

નવી દિલ્હી- ભારતીય રેલવેની એક મહત્ત્વની સેવા આઈઆરસીટીસીની ઈ-ટિકિટિંગ વેબસાઈટને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે. આ અતિ લોકપ્રિય વેબસાઈટનો ઉપયોગ કરવા કરોડો યુઝર્સે વિશેષ મહેનત કરવી પડશે. કારણ કે આઈઆરસીટીસી એકાઉન્ટ એક્સેસ કરવા માટે વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ સર્વર 2003ના ગ્રાહકોએ અપગ્રેડ થવું પડશે.

ભારતીય રેલવેએ આઈઆરસીટીસી વેબસાઈટને ટીએલએસ 1.2 પર માઈગ્રેટ કરી છે. જેન કારણે વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ સર્વર 2003ના ગ્રાહકો પોતાની સીસ્ટમ પર વેબસાઈટ ઓપન કરી શકશે નહીં.

આઈઆરસીટીસીના આ ફેરફારને પગલે યુઝર્સે ટિકિટ બૂક કરવા માટે વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ સર્વર 2003ને અપગ્રેડ કરશે તો જ વેબસાઈટની સુવિધા મેળવી શકશે. આઈઆરસીટીસીની www.irctc.co.in ને ટીએલએસ 1.1 અને ટીએલએસ 1.2માં માઈગ્રેટ કરવામાં આવી છે. માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સીસ્ટમ વિન્ડોઝ એક્સપી ટીએલએસ 1.1 અને ટીએલએસ 1.2ને સપોર્ટ નથી કરતાં. જેથી વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ સર્વર 2003 સુઝર્સે હવે પોતાની સીસ્ટમ વિન્ડોઝ-7, વિન્ડોઝ-8, વિન્ડોઝ 8.1 અથવા વિન્ડોઝ 10 તેમ જ વિન્ડોઝ વિસ્ટાથી પણ અપગ્રેડ કરવી પડશે.

આપને જણાવીએ કે આઈઆરસીટીસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મથી ટિકિટ બૂક કરવા પર 50 લાખ રુપિયાનો ઇન્શ્યોરન્સ આપવામાં આવશે.