ભારતમાં ‘વોટ્સએપ-પે’ 4 બેન્ક સાથે લાઈવ છે

મુંબઈઃ વોટ્સએપ-પે તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે કે તે ભારતમાં ચાર બેન્ક સાથે હવે લાઈવ થઈ છે. આ ચાર બેન્ક છે – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક. વોટ્સએપનું કહેવું છે કે તેનું પેમેન્ટ્સ ફીચર અત્યંત સુરક્ષિત છે અને ખાનગી સિદ્ધાંતોને અનુરૂપ છે, જેમાં યૂઝરને દરેક પેમેન્ટ માટે એક અંગત યૂપીઆઈ પિન (PIN) નંબર આપવામાં આવે છે. ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સર્વિસ હરીફાઈ કરશે પેટીએમ, ગૂગલ પે અને ફોન પે સાથે.

ભારતમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યૂપીઆઈ) ઉપર 160 સપોર્ટેડ બેન્ક્સ સાથે લાઈવ થવા માટે ફેસબુકની માલિકીની વોટ્સએપ પેમેન્ટ સેવાને ગયા મહિને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વોટ્સએપ હવે તબક્કાવાર તેના યૂપીઆઈ યૂઝર બેઝનું વિસ્તરણ કરી શકશે. ભારતમાં તેના 2 કરોડ જેટલા રજિસ્ટર્ડ યૂઝર્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]