જાણો, SIP મારફતે રોકાણ કરી કેવી રીતે બની શકાય કરોડપતિ?

નવી દિલ્હી: કેટલાક લોકોને કન્ફ્યુઝન હોય છે કે, એસઆઈપી એ જ મ્યૂચ્યુઅલ ફંડ અથવા તો મ્યૂચ્યુઅલ ફંડથી અલગ છે. મોટાભાગના લોકોને એસઆઈપી, ઈક્વિટી, ડેટ ફંડ, અને મ્યૂચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું તેમની જાણકારી નથી હોતી.

રોકાણ માટે માટે સૌથી જરૂરી હોય છે રોકાણની રીત શિખવી. રોકાણ દરેક માણસ કરવા માગે છે પણ રોકાણ ક્યારે અને કેવી રીતે કરવુ તે જાણવું ખુબજ જરૂરી હોય છે. આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે, યુવાનોએ શરુઆતના સમયથી જ રોકાણ માટે ધ્યાન આપવું જોઈએ.

શું છે SIP?

એસઆઈપીને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવામાં આવે છે. જેના હેઠળ મ્યૂચ્યુઅલ ફંડમાં એક ચોક્કસ સમયમર્યાદા માટે રોકાણ કરી શકાય છે. આમા રોકાણકાર પોતાની સુવિધા અનુસાર રોકાણની રકમ અને સમય સરળતાથી પસંદ કરી શકે છે. ઘણા લોકોને એવું લાગે છે કે, એસઆઈપી જ મ્યૂચ્યુઅલ ફંડ છે અથવા તો મ્યૂચ્યુઅલ ફંડથી અલગ છે. જોકે, હકીકત એ છે કે, એસઆઈપી રોકાણનું એક ઉત્તમ શૈલી છે. આ મુળરૂપે તમારી પસંદગીના ફંડ કે સ્કિમમાં સમય-સમય પર રોકાણ કરવાનું ઉત્તમ માધ્યમ છે.

જોકે, એક વાત જાણવી જરૂરી છે કે, એસઆઈપી રોકાણ લાંબાગાળા માટે કામ કરે છે. જેમકે ઈક્વિટી ફંડમાં લોન્ગટર્મ એસઆઈપી કામ કરે છે, એને અર્થ એવો નથી કે તમે તમારે લાબાગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરશો. લોન્ગટર્મ એસઆઈપી ત્યારે જ તમને કામ લાગશે જ્યારે તમે લક્ષ્ય માટે યોગ્ય એસઆઈપી રકમનું રોકાણ કરશો.

સરળ રીતે સમજો

માની લો કે તમે 15 વર્ષમાં 1 કરોડ રૂપિયાની બચત કરવા માગો છો. જોકે, માત્ર 15 વર્ષ માટે મ્યૂચ્યુઅલ ફંડ એસઆઈપીમાં અમુક રકમ રોકાણ કરીને તમે એવું વિચારી રહ્યા છો કે, તગડું રિટર્ન મળી શકે છે તો આ સાચી રીતે નથી. દર મહિને એક ચોક્કસ રકમ જમા કરતા પહેલા ગણતરી કરો કે તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલું રોકાણ કરવું છે.

માની લો, કે તમે દર મહિને 10,000 રૂપિયા SIP મારફતે 15 વર્ષ માટે રોકાણ કરી રહ્યા છો. જો તમને આ રોકાણ પર વાર્ષીક 10-12 ટકા રિટર્ન મળે તો તમે 15 વર્ષમાં 41-50 લાખ રૂપિયા જમા કરી શકશો. જોકે, આમા કોઈ શંકા નથી કે, એસઆઈપીમાં લોન્ગટર્મ રોકાણમાં તમને ફાયદો મળ્યો, પણ આ એટલો ફાયદો પણ નથી જેટલો તમે ઈચ્છા હતા. કારણ કે તમારુ લક્ષ્ય 1 કરોડ રૂપિયાનું હતું. મહત્વનું છે કે, રિટર્નનો વધારો-ઘટાડો બજારના પ્રદર્શન અને અસ્થિરતા પર આધારીત છે.

એસઆઈપી મારફતે તમે નિયમિત આધાર પર એક ચોક્કસ રકમનું રોકાણ કરી શકો છો. નાની રકમથી તમે શરુઆત કરી છો અને એસઆઈપી શરુ કરવા માટે વધુ નાણાની જરૂરીયાત નથી હોતી. દર મહિને 500 રૂપિયાથી પણ તમે એસઆઈપીમાં રોકાણ શરુ કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]