વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ UPના 15 જિલ્લાઓમાં પોતાના નવા સ્ટોર ખોલશે

નવી દિલ્હી: આ વર્ષના મે મહિનામાં વોલમાર્ટે ઓનલાઈન વેચાણ કરતી કંપની ફ્લિપકાર્ટને ખરીદી લીધે છે. હવે તેઓ દરેક રાજ્યમાં પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. આ માટે તેમણે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ઇનવેસ્ટર્સ સમિટમાં એમઓયુ સાઈન કર્યા છે તે પ્રમાણે તેઓ ઉત્તરપ્રદેશના 15 જિલ્લાઓમાં પોતાના સ્ટોર ખોલવાના છે.

વોલમાર્ટના સીઈઓ જૂડિથ મૈક્કેના અને ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલે આ બાબતે સહયોગ કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. વોલમાર્ટના સીઈઓ અને ફ્લિપકાર્ટના સીઈઓએ યોગી આદિત્યનાથને જણાવ્યું કે તેઓ યુપીમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. તેઓ યુપીના અનેક જિલ્લાઓમાં સ્ટોર ખોલવા માંગે છે કેમકે ઉત્તર પ્રદેશ રાજ્ય વધારે વસ્તી ધરાવે છે. યુપીમાં વસ્તી વધારો હોવાના કારણે તેમના પ્રોડક્ટનું વેચાણ પણ વધારે થશે. આથી તેઓ યુપીમાં 15 કરતાં વધારે સ્ટોર ખોલવા માંગે છે.

આદિત્યનાથે તેમને સહયોગ આપવાની ખાતરી આપી છે અને સાથે એ પણ જણાવ્યું કે તેઓ આ માટે ખેડૂતોની મદદ લેવી જોઈએ. તેમણે ખેડૂતો સાથે પરિચય કેળવવો જોઈએ જેથી કરીને તેમના મનમાં એક સકારાત્મક અભિગમ આવે. આદિત્યનાથે ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ત્યાંના ખેડૂતો જે કેરીનો પાક કરે છે તેમજ અલાહાબાદના ખેડૂતો જે અમરુદ્ધના પાકનું ગ્લોબલ સ્તરે માર્કેટિંગ કરવું જોઈએ જેથી કરીને તેમના પાકની તેમને યોગ્ય આવક મળે.

બિહાર, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો ગીચ વસ્તી ધરાવતા રાજ્યો છે. આથી, કોઈપણ કંપની પોતાનું વેચાણ ત્યાં કરે તો તેમને વધારે ફાયદો રહે. જો વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ તેઓ પોતાના સ્ટોર ત્યાં ખોલશે તો આ સ્ટોરના કારણે ત્યાંના અનેક બેરોજગાર યુવાનોને રોજગારી મળી શકશે. યોગી આદિત્યનાથે લોક્લ સ્તર પર બનેલ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય પ્લેટ ફોર્મ મળે તે માટે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટને ‘વન ડિસ્ટ્રીક્ટ’, ‘વન પ્રોડક્ટ’ સ્કીમ પર કામ કરવા અનુરોધ કર્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]