કિલોગ્રામનું વજન બદલવા માટે વોટિંગ, જાણો નવી વ્યાખ્યા

નવી દિલ્હીઃ આજે 16 નવેમ્બર છે અને આ તારીખને એક વસ્તુએ ખાસ બનાવી દિધી છે. આજે દુનિયાભરના વૈજ્ઞાનિક વજન તોલવાના કિલોગ્રામના બાટને બદલવા માટે વોટ કરશે. હકીકતમાં અત્યારે બાટ વજન માટે જે રીત અપનાવવામાં આવે છે તે રિતને વૈજ્ઞાનિકો બદલવા માંગે છે. જો બહુમતનો વોટ બદલાવના પક્ષમાં પડશે તો અત્યારે જે રીતે બાટનું વજન કરવામાં આવે છે તે રીત બદલાઈ જશે.

અત્યારે દુનિયાભરના કિલોગ્રામનું વજન નક્કી કરવા માટે સિલિન્ડરના આકારના એક બાટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તેનું વજન જેટલું હશે તેટલા જ કિલોગ્રામનું સ્ટાન્ડર્ડ વજન હશે. આ સિલિન્ડર પ્લેટિનિયમ અને ઈરિડિયમથી બનેલું છે જેને ઈન્ટરનેશનલ પ્રોટોકોલ કિલોગ્રામના નામથી જાણવામાં આવે છે અને આનું ઉપનામ લે ગ્રૈંડ કે છે.

આ ફ્રાંસના સેવરે શહેરની એક લેબોરેટરી ઈન્ટરનેશનલ બ્યૂરો ઓફ વેટ્સ એન્ડ મીજર્સમાં રાખવામાં આવ્યું છે. 30 અથવા 40 વર્ષમાં આ પ્રોટોટાઈપને કાઢવામાં આવે છે. પછી દુનિયાભરમાં વજન માટે ઉપયોગમાં લેવાતા કિલોગ્રામ બાટને લાવીને આના મુકાબલે તોલવામાં આવે છે.

વૈજ્ઞાનિકો ઈચ્છે છે કે કિલોગ્રામના બાટના પરિમાણ માટે કોઈ વસ્તુનો ઈપયોગ ન થાય જેવું અત્યારે થાય છે. આની જગ્યાએ ભૌતિકીમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્લૈંકના સ્થિરાંકને પરિમાણ બનાવવા ઈચ્છે છે. જેવી રીતે અંતરના પરિમાણ માટે મીટરને સ્ટાન્ડર્ડ નિર્ધારિત કરવામાં આવ્યું છે તે જ પ્રકારે કિલોગ્રામ નિર્ધારિત કરવાના મામલે વિચારવામાં આવી રહ્યું છે. અત્યારે મીટર પ્રકાશ દ્વારા એક સેકન્ડના 300માં મિલિયનમાં નક્કી કરવામાં આવેલી દૂરી બરાબર છે.

ભૌતિકીમાં માપન માટે કેટલાય પ્રકારના નિયતાંક અથવા સ્થિરાંકનો ઉપયોગ થાય છે. સ્થિરાંક કોઈપણ વસ્તુની તે માત્રાને કહેવામાં આવે છે જેના મામલે માનવામાં આવે છે તેમાં કોઈ બદલાવ નથી થતો. જેવી રીતે અવોગાદ્રોનો સ્થિરાંક 6.02214129(27)×1023 છે એટલે એ બતાવે છે કે 1 મોલ પદાર્થમાં અણુઓ અથવા પરમાણુઓની સંખ્યા 6.02214129(27)×1023 હશે. બીલકુલ આ જ પ્રકારે પ્લૈંકનો નિયતાંક છે જે મૈક્સ પ્લાંક નામના જર્મન વૈજ્ઞાનીકે આપ્યો છે. આ જણાવે છે કે કોઈ ખાસ કણની અંદર ઉર્જાનું વજન કેટલું હશે. પ્લૈંકનો નિયતાંક 6.626176 x 10-34 joule-seconds ના બરાબર હોય છે.

પેરિસના સેવરેમાં જે લે ગ્રૈંડ છે તેની એક ઓફિશિયલ કોપી ભારત પાસે પણ છે. આને દિલ્હી સ્થિત નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં રાખવામાં આવ્યું છે. આને નંબર 57 કહેવામાં આવે છે અને આ ભારતનું પરફેક્ટ કિલો છે. કેટલાક દશકો પર નિયમિત રુપથી પેરિસ મોકલવામાં આવે છે જ્યાં આને ચેક કરવામાં આવે છે. ભારતના તમામ કિલોને નંબર 57ના હિસાબથી જ તોલવામાં આવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પેરિસમાં રાખવામાં આવેલા કિલોનું વજન દીન પ્રતિ દિન ઓછું થતું જઈ રહ્યું છે. કોઈની સમજમાં એ વાત નથી આવતી કે આનું શું કારણ છે. કેટલાક વર્ષો પહેલા અસલના વજનમાં 30 માઈક્રોગ્રામનો બદલાવ આવી ગયો હતો.

આની આપ પર કોઈ ખાસ અસર નહી પડે. તમે માર્કેટમાં પહેલાની જેમ જ ખરીદી કરશો. માત્ર કિલોગ્રામના બાટના વજનની રીત બદલાઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]