વોડાફોન આઈડિયાઃ નફો રળી ખાધા પછી હવે સરકારી રાહત ન મળે તો બંધ કરવાની વાત

નવી દિલ્હીઃ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે જો સરકાર રાહત નહી આપે તો વોડાફોન-આઈડિયા બંધ થઈ જશે. બિરલાએ શુક્રવારે એક સમિટમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે જો સરકાર માંગેલી રાહત નહી આપે તો અમારે અમારી દુકાન એટલે કે વોડાફોન આઈડિયા બંધ કરવી પડશે. બિરલાએ આ વાત એ સવાલના જવાબમાં કરી, જેમાં તેમને સરકાર પાસેની રાહત નહી મળવાની સ્થિતિ અંગે કંપનીની રણનીતિ અંગે પૂછવામાં આવ્યું હતું. બિરલા વોડાફોન- ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના જોડાણ પછી કંપની વોડાફોન-આઈડિયા કંપની બની અને કુમાર મંગલમ બિરલા તેના ચેરમેન છે

તેમણે આ નિવેદનના માધ્યમથી બિરલાએ એવો સંકેત આપ્યો છે કે જો સરકાર તરફથી રાહત નહી મળે તો તેઓ કંપનીમાં કોઈ વધુ રોકાણ નહી કરી શકે. બિરલાએ કહ્યું કે ડુબેલા નાણામાં વધુ નાણાનું રોકાણ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે એવું પણ કહ્યું કે જો સરકાર રાહત નહી આપે તો તેઓ કંપનીને ડિફોલ્ટ કરવાની પ્રક્રિયામાં લઈ જશે.

બિરલાના આ નિવેદનથી દેશની ત્રીજા નંબરથી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ભવિષ્ય પર કાળા વાદળો છવાયા છે. કુમાર મંગલમ બિરલાનું આ નિવેદન તેમની ટેલિકોમ વેન્ચરના ઓવરસીઝ પાર્ટનર વોડાફોનના સીઈઓ નિક રીડ દ્વારા પાછલા મહિને કરેલ નિવેદન પછી આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે જો આપને કોઈ સમાધાન ન દેખાય તો સ્થિતિ ગંભીર છે. તેમાં આપ લિક્વિડેશનની તરફ આગળ વધી રહ્યાં છો.

નોંધનીય છે કે વોડાફોન આઈડિયાએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું ત્રિમાસિક નુકસાન કર્યું છે. કંપનીને બીજા ત્રિમાસિકગાળામાં રૂપિયા 50,922 કરોડની ખોટ ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચૂકાદામાં વોડાફોન-આઈડિયાને રૂપિયા 28,300 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.