એશોઆરામની જિંદગી છોડવા તૈયાર છે વિજય માલ્યા

લંડન– સંકટમાં ફસાયેલા બિજનેસમેન વિજય માલ્યાએ ભારતીય બેંકોને તેમના નાણાં ચૂકવવા માટે એશઆરામની જિંદગી છોડવાની રજૂઆત કરી છે. બ્રિટનની એક અદાલતે આ જાણકારી આપી. માલ્યાએ ભારતીય બેંકોને અંદાજે 1.145 અબજ પાઉન્ડની ચૂકવવાના બાકી છે. બેંકો આમાંથી કેટલીક રમક વસૂલવાના પ્રયત્નો કરી રહી છે. ભાગેડૂ વિજય માલ્યાને હાલમાં એક સપ્તાહમાં અંદાજે 18,325 પાઉન્ડની મહત્તમ રકમ ખર્ચ કરવાની છૂટ છે.

ચાલુ સપ્તાહે ડ બ્રિટનની કોર્ટમાં સુનાવણી દરમિયાન વિજય માલ્યાએ આ રકમને ઘટાડીને માસિક 29,500 પાઉન્ડ કરવા રજૂઆત કરી હતી.  ભારતીય બેંકની આગેવાનીવાળી 13 બેંકોના સમૂહે આ રજૂઆત પર સહમતિ આપી નહતી.

બેંકો ઈચ્છે છે કે, લંડનમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા માલ્યાના 2,60,000 પાઉન્ડ તેમને મળે. બેંકો સાથેની કાયદાકીય લડાઈમાં માલ્યાનું પ્રતિનિધિત્વ કરી રહેવા DWF લો એલએલપીએ કહ્યું કે, કિંગફિશર એરલાઈન્સના પૂર્વ પ્રમુખ કોર્ટ દ્વારા નિર્દેશિત ખર્ચ ઘટાડો માનવા તૈયાર છે.

બ્રિટન હાઈકોર્ટના ક્વીંસ બેંચ ડિવીઝનમાં માસ્ટર ડેવિડ કુક સમક્ષ સુનાવણી દરમિયાન એસબીઆઈ અને અન્ય 12 બેંકોના પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોએ માલ્યાની જીવનશૈલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓનું કહેવું હતું કે, માલ્યા પર કરોડોનું દેવુ હોવા છતાં હજુ પણ તેઓ એશ આરામનું જીવન જીવે છે.