બ્રિટનમાં જમા પૈસાને જપ્ત થતા બચાવવા માટે કોર્ટ પહોંચ્યો માલ્યા

લંડનઃ બેંકોના 9 હજાર કરોડ રુપિયા લઈને ફરાર થઈ જનાર લીકર કિંગ વિજય માલ્યાએ બેંકો તેના બાકી નાણાની વસુલી માટે જે પ્રયત્નો કરી રહી છે, તેને રોકવાના કામમાં લાગેલો છે. આના માટે વિજય માલ્યાએ કાયદાકીય લડાઈ શરુ કરી છે. ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં ભારતીય બેંકોના એક સમૂહને વિજય માલ્યાના બ્રિટનમાં એક ચાલુ બેંક ખાતામાં પડેલા 2,60,000 પાઉન્ડની રકમ પ્રાપ્ત કરવાનો આદેશ મળ્યો છે.

હકીકતમાં આ આદેશ ભારતીય ઋણ વસૂલી ન્યાયાધિકરણે આપ્યો હતો. હવે વિજય માલ્યા આ આદેશ વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. બ્રિટનની કોર્ટની ક્વીંસ બેંક ડિવીઝનમાં માસ્ટર ડેવિડ કુક દ્વારા મામલાની સુનાવણી દરમિયાન માલ્યાની કાયદાકીય ટીમે આ અંતરિમ આદેશને ફગાવવાનો આગ્રહ કર્યો.

આ મામલે આવતી તારીખના રોજ નિર્ણય આવવાની શક્યતાઓ છે. ભારતીય બેંકો દ્વારા કાયદાકીય લડાઈ લડી રહેલી ટીએલટી એલએલપીના એક પ્રવક્તાએ કહ્યું કે આ સુનાવણી જાન્યુઆરીમાં બેંકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા તીજા પક્ષના અંતરિમ ઋણ આદેશ સાથે જોડાયેલી છે.

પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે આ ભારતીય ઋણ વસૂલી ન્યાયાધિકરણ દ્વારા માલ્યા વિરુદ્ધ આપવામાં આવેલા આદેશોને લાગૂ કરવાના પ્રયાસોનો ભાગ છે. માલ્યા આનો વિરોધ કરી રહ્યો છે અને કોર્ટથી અંતરિમ આદેશને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. પરંતુ આના પર અંતિમ નિર્ણય આવે તો બેંકોને આ રકમ મોકલી દેવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]