યુકેની કોર્ટે માલ્યાને ભારતીય બેંકોના પૈસા આપવા કર્યો આદેશ

નવી દિલ્હીઃ બ્રિટનમાં બેઠેલા વિજય માલ્યાને યૂકે કોર્ટે આંચકો આપ્યો છે. યૂકેની કોર્ટે ભારતની 13 બેંકોને કાયદાકીય કાર્યવાહીમાં થયેલા ખર્ચ પેટે 1 કરોડ અને 80 લાખ રૂપીયા ચૂકવવાનો આદેશ કર્યો છે. આ બેંકો માલ્યા પાસેથી પોતાનું દેણું લેવા માટે કાયદાકીય લડાઈ લડી રહી છે.  ન્યાયાધીશ એન્ડ્રુ હેનશોએ ગત મહિને માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાના એક વિશ્વવ્યાપી આદેશને પલટવાથી ઈનકાર કરી દીધો હતો. આ આદેશ અંતર્ગત કોર્ટે માલ્યાને જણાવ્યું કે તે બ્રિટનમાં વિશ્વવ્યાપી કુર્કી આદેશ તથા કર્ણાટકના ડીઆરટીના નિર્ણયની નોંધણીમાં જે નાણા વપરાયા છે તેની ચૂકવણી કરે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટે માલ્યાને આદેશ કર્યો છે કે બેંકનો જે ખર્ચ થયો છે તેની ચૂકવણી કરવામાં આવે.