હવે ફિંગરપ્રિન્ટથી લોક-અનલોક થશે વોટ્સએપ, આવી રીતે કરો એક્ટિવેટ

નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સની સિક્યુરિટીને લઈને સતત પ્રયત્ન કરી રહ્યું છે. જેથી હવે વોટ્સએપ એક નવા ફિંગર પ્રિન્ટ લોકના ફિચર સાથે મેદાનમાં આવ્યું છે.  તેની મદદથી ફિંગર પ્રિંટ સ્કેનરને લોક કરી શકો છો. જોકે આઈફોન યુઝર્સ માટે કંપની આ પહેલાં જ ટચ આઈડી નામથી લોન્ચ કરી ચૂકી છે. એન્ડ્રોયડ માટે આ ફીચર હજી બીટા વર્ઝનમાં મળી રહ્યો છે. અમે તમને જણાવીએ કે કેવી રીતે એક્ટિવેટ કરવાથી તમારું વોટ્સએપ સુરક્ષિત બનાવી શકો છો.

એન્ડ્રોયડ પર આ રીતે કરો એક્ટિવેટ

આ ફીચર યુઝ કરવા માટે જરૂરી છે કે તમે વોટ્સએપનું વર્ઝન 2.19.221 યુઝ કરી રહ્યા હોવા જોઈએ. એન્ડ્રોયડ યુઝર માટે વોટ્સએપે આ ફીચર અત્યારે બીટા વર્ઝન માટે ઉપલબ્ધ કરાવ્યું છે. ફિંગર પ્રિન્ટ લોક એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલાં એકાઉન્ટ સેટિંગમાં જાવ. અહીં આપવામાં આવેલી પ્રાઈવેસી ઓપ્શન પર ક્લિક કરી સૌથી નીચે રહેલા ફિંગર પ્રિન્ટ લોક ઓપ્શન પર જાવ. તેને ટેપ કરતાં જ તમારા ફોનમાં આ ફીચર એક્ટિવેટ થઈ જશે. અહીં તમે એ પણ નક્કી કરી શકો છો કે વોટ્સએપને કેટલા સમયમાં લોક કરી શકો છો. તેના માટે 1 મિનિટથી લઈને 30 મિનિટ સુધીનો સમય સેટ કરી શકો છો.

iOS પર આ રીતે કરો લોક

આઈઓએસ પર પણ વોટ્સએપ ફિંગર પ્રિન્ટ લોક કરવું સૌથી સરળ છે. જોકે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારા આઈફોનમાં રહેલા વોટ્સએપનનું વર્ઝન 2.19.20 હોય. તેના માટે સૌથી પહેલા તમારે એપના સેટિંગ ઓપ્શનમાં જવાનું રહેશે. તેના પછી સેટિંગ માટે પ્રાઈવસી ઓપ્શનમાં જાવ. અહીં નીચે સ્ક્રોલ કરવા પર તમને ઓન ઓફ ટોનલની સાથે સ્ક્રીન લોક ઓપ્શન મળશે. આ ટોગલને ઓન કરી દો. જો તમારો આઈફોન ટચ આઈડી સપોર્ટ કરે છે તો આ ફીચર એક્ટિવેટ થઈ જશે.

ફીચર ટેસ્ટ કરવા માટે બીટા પ્રોગ્રામ

હકીકતમાં વોટ્સએપ તેના નવા અપડેટ્સને પહેલાં બીટા યુઝર્સને ટેસ્ટ કરવા માટે આપે છે. થોડા દિવસ અપડેટને બીટા વર્ઝન પર ટેસ્ટ કર્યા બાદ કંપની તેના ફાઈનલ અને સ્ટેબલ વર્ઝનને રોલઆઉટ કરે છે, જેથી યુઝર્સને કોઈ ફરિયાદ ન રહે. વોટ્સએપે તેના બીટા પ્રોગ્રામને થોડા વર્ષ પહેલા જ લોન્ચ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]