હવે કોલ સેન્ટરની નોકરીઓ પર નજર, અમેરિકી સાંસદે રજૂ કર્યું બિલ

વોશિંગ્ટનઃ અમેરિકી સંસદ કોંગ્રેસમાં એક નવું બિલ લાવવામાં આવ્યું છે જે અંતર્ગત વિદેશમાં રહેલા કોલ સેન્ટરના કર્મચારીઓએ પોતાનું લોકેશન જણાવવું પડશે અને ગ્રાહકોને અધિકાર આપવો પડશે કે તેઓ કોલ અમેરિકામાં સર્વિસ એજન્ટને ટ્રાન્સફર કરવાનું કહી શકે. ઓહાયોના સેનેટર શરોંડ બ્રાઉન દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલમાં તેવી કંપનીઓની એક યાદી તૈયાર કરવાનો પ્રસ્તાવ છે કે જે કોલ સેન્ટરની નોકરીઓ આઉટસોર્સ કરે છે.

આ બિલમાં અમેરિકી ગ્રાહકો પોતાનો ફોન અમેરિકામાં બેઠેલા કસ્ટમર સર્વિસ એજન્ટને ટ્રાંસફર કરાવવાનો અધિકાર આપે છે. સેનેટર બ્રાઉને જણાવ્યું કે અમેરિકી વ્યાપાર અને કર નીતિ તેમના માટે લાંબા સમય સુધી કોર્પોરેટ બિઝનસ મોડલને પ્રોત્સાહન આપતી રહી જેણે ઓહાયોમાં સંચાલન બંધ કરી દીધું, જેણે અમેરિકી કર્મચારીઓની કિમત પર ટેક્સ ક્રેડિટ દ્વારા નાણા એકત્ર કર્યા અને જેણે રોનોસા, મેક્સિકો અથવા વુહાન તેમજ ચીનમાં પ્રોડક્શન શીફ્ટ કરી લીધું.

સેનેટરે જણાવ્યું કે સૌથી વધારે કોલ સેન્ટરની નોકરીઓ વિદેશોમાં જાય છે. ઘણી કંપનીઓએ ઓહાયો સહિત આખા દેશમાં પોતાના કોલ સેન્ટર બંધ કરીને ભારત અથવા મેક્સિકોમાં શિફ્ટ કર્યા છે. કમ્યૂનિકેશંસ વર્કર્સ ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, અમેરિકી કંપનીઓએ મીસ્ત્ર, સઉદી અરબ, ચિન અને મેક્સિકો જેવા દેશોમાં પોતાના કોલ સેન્ટર ખોલી રાખ્યા છે.