વોશિંગ્ટન- ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યાંના પહેલાં જ વર્ષમાં અમેરિકાએ ગંભીર આર્થિક સંકટ સમાન શટડાઉનનું મોં જોવાનો વારો આવ્યો છે. શટડાઉનથી નોકરિયાત લોકો મુસીબતમાં પડી ગયાં છે. હજારો કર્મચારીઓને અનપેઇડ લીવ પર મોકલવામાં આવી રહ્યાં છે.
અમેરિકામાં શટડાઉનનો આ પાંચ વર્ષના ગાળામાં શરુ થયો છે.ગંભીર આર્થિક સંકટથી દેશભરમાં સરકારી કામકાજ ઠપ થશે. સંરક્ષણક્ષેત્ર છોડીને બીજી જગ્યાઓ પર બિનજરુરી સંઘ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયાં છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ બહુ મોટો ઝાટકો છે. તેમને પદ સંભાળ્યે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવેલી આ પરિસ્થિતિની સર્જક ફંડિગ બિલ અમેરિકન સંસદમાં પસાર ન થવું છે. વિપક્ષે આ બિલ પસાર થવા દીધું નથી. ટ્રમ્પ પ્રશાસને શટડાઉન રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફંડિગ બિલનું અલ્પકાલીન બિલ પસાર થઇ શક્યું નહીં. બિલ પસાર કરવા માટે કુલ સો સભ્યોમાંથી 60 વોટ મેળવવાના હતાં પણ 50 જ મળ્યાં હતાં. સત્તાધારી રીપબ્લિકન પાર્ટીના બહુમત ધરાવતાં પ્રતિનિધિસભામાં આસાનીથી પસાર થયું પણ સેનેટમાં સત્તાધારી સભ્યોની બહુમતી છચાં વિપક્ષ ડેમોક્રેટના સહયોગની જરુરત હતી તે ન મળ્યો. શુક્રવારે મધરાતે સરકારી ફંડિગ સાથે જોડાયેલ બિલ પસાર થતું રોકવામાં વિપક્ષની રણનીતિ બતાવવામાં આવી રહી છે.
આ બિલ પસાર ન થતાં ડોનાલ્ડ ટ્રમ્પ બેકફૂટ પર લાવી ગેરકાયદે અપ્રવાસીઓના ઇમિગ્રેશન મામલે નરમ પાડવાની નીતિ છે. વ્હાઇટહાઉસના નિવેદનમાં શટડાઉન માટે વિપક્ષ પર ઠીકરું ફોડવામાં આવ્યું છે અને તેમને લેજિસ્લેટર્સ કહેવામાં આવ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જે બિલ પસાર કરાવવા માગતાં હતાં તે અમેરિકામાં સંઘ સરકારને આર્થિકમંજૂરી પ્રદાન કરવા માટેનું હોય છે. અમેરિકન કોંગ્રેસના નીચલા સદનમાં પ્રતિનિધિસભાએ બિલ પાસ કર્યું હતું પરંતુ ઉપરી સેનેટમાં બિલ પસાર ન થતાં મુશ્કેલી સર્જાઇ છે. 1990 બાદ અત્યાર સુધીમાં અમેરિકામાં શટડાઉનની 4 સ્થિતિ સર્જાઇ છે. 1990માં બૂશ સરકાર, 1995માં ક્લિન્ટન સરકાર, 2013માં ઓબામા સરકાર અને20 જાન્યુઆરીએ ટ્રમ્પ સરકારમાં શટડાઉન થયું છે.