ભારતને અપાચે ફાઈટર હેલિકોપ્ટર વેચવા અમેરિકાની મંજૂરી

વોશિંગ્ટનઃ અમેરિકી સરકારે ભારતીય સેનાને 93 કરોડ ડોલર એટલે કે આશરે 6,285 કરોડ રૂપીયામાં 6 AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર વેચવાની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ વિભાગે આ મામલે જાણકારી આપી હતી. આ સમજૂતીને યૂએસ કોંગ્રેસ પાસ કરી ચૂકી છે અને જો કોઈ એમેરિકી સાંસદ આ કરાર પર વિરોધ વ્યક્ત ન કરે તો આને જલ્દી જ મંજૂરી માટે આગળ મોકલી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે અપાચે એટેક હેલિકોપ્ટરને દુનીયાના સૌથી ઘાતક એટેક હેલિકોપ્ટર માનવામાં આવે છે.

Boeing AH-64 Apacheઅમેરિકી કંપની બોઈંગ અને તેના ભારતીય ભાગીદાર ટાટાએ ભારતમાં અપાચેના માળખાને બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે પરંતુ સમજૂતીને મંજૂરી મળ્યા બાદ અમેરિકી નિર્માતા ભારતને હેલિકોપ્ટર વેચી શકશે. આ ડીલમાં મુખ્ય કોન્ટ્રાક્ટરોમાં લોકહીડ માર્ટિન, જનરલ ઈલેકટ્રિક અને રેથિઓન સમાવિષ્ટ છે.

અપાચે એટેક હેલિકોપ્ટર કરારમાં માત્ર હેલિકોપ્ટર જ નહી પરંતુ નાઈટ વિઝન સેન્સર, જીપીએસ ગાઈડન્સ, સેંકડો હેલફાયર એન્ટી-આર્મર અને હવાથી હવામાં માર કરનારી સ્ટિંગર મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. અપાચે હેલિકોપ્ટરોથી ભારતી રક્ષા ક્ષમતામાં વધારો થશે અને તેની વાયુ સેના વધુ આધુનિક બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]