અમેરિકાને ભારતની ફોરેન એક્સચેન્જ પોલિસી પર શંકા, કરંસી દેખરેખ સૂચિમાં સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને એવા દેશોની યાદીમાં નાંખી દીધું છે કે જેમની ફોરેન એક્સચેંજ પોલિસી પર તેને શંકા છે. આ યાદીમાં તેણે ભારત સીવાય ચીન સહિત ચાર અન્ય દેશોના નામોનો પણ સમાવેશ કર્યો છે. ભારત સીવાય અમેરિકાની આ યાદીમાં ચીન, જર્મની, જાપાન, કોરિયા, અને સ્વિટઝરલેંડનો સમાવેશ થાય છે. ભારતને અત્યારે આ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જ્યારે બાકી પાંચ દેશ ગત ઓક્ટોબર માસથી જ આ યાદીમાં સમાવિષ્ટ છે. આ રિપોર્ટ અર્ધ વાર્ષિક હોય છે. અમેરિકાના પોતાના કેટલાક નિયમો છે જેના આધાર પર તે દેશોને આ લિસ્ટમાં સમાવિષ્ટ કરે છે. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર કોઈ વ્યાપાર ભાગીદારી પોતાની કરંસી રેટમાં જાણીજોઈને હેરાફેરી કરતા નથી જણાયું. આ લિસ્ટમાં સમાવિષ્ટ પાંચ દેશ ત્રણ પૈકી બે માપદંડો પર યોગ્ય સાબીત થઈ રહ્યા છે. ચીનને આ લીસ્ટમાં એટલા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે કારણ કે અમેરિકાની વ્યાપારીક ખોટ તેની સાથે વધુ છે. ચીન સાથે અમેરિકાની વ્યાપારીક ખોટ આશરે 337 અરબ ડોલર છે. અમેરિકાની કુલ વ્યાપારીક ખોટ 556 અરબ ડોલર છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવને જણાવ્યું કે અમે કરંસી રેટમાં ઉતાર ચઢાવ કરવાની ખોટી પદ્ધતીઓની સંભાળ રાખવાની સાથે તેમની સાથે લડતા પણ રહીશું. તો આ સીવાય અમે મોટી વ્યાપારીક ખોટને બેલેંસ કરવા માટે નીતિઓને પ્રોત્સાહન આપવાની સાથે સુધાર માટે પગલા પણ ભરતા રહીશું.