સાત લાખ રુપિયાથી વધારેનું કામ વગર પગારે કરે છે મહિલાઓઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ઘર અને બાળકોની દેખભાળ કરતી મહિલાઓ વર્ષભરમાં કુલ 10 હજાર અબજ ડોલરની બરોબર એવું કામ કરે છે જેનું વેતન તેમને મળતું નથી. આ દુનિયાની સૌથી મોટી કંપની એપલના વાર્ષિક વ્યાપારથી 43 ગણું વધુ છે. ઓક્સફૈમે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રીપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં મહિલાઓ ઘર અને બાળકોની સાર સંભાળ જેવા વગર પગારના કામો કરે છે તેનું મૂલ્ય દેશના જીડીપીના 3.1 ટકા બરાબર છે. આ જ પ્રકારના કામોમાં શહેરની મહિલાઓ પ્રતિદિન 312 મીનિટ અને ગ્રામીણ મહિલાઓ 291 મીનિટ લગાવે છે.

આની તુલનામાં શહેરી ક્ષેત્રના પુરુષો પગાર વગર કરવાના કામોમાં માત્ર 29 મીનિટ લગાવે છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા પુરુષો 32 મીનિટ ખર્ચ કરે છે. આંતરરાષ્ટ્રી સમૂહ ઓક્સફૈમે દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક પહેલા આ રિપોર્ટ જાહેર કર્યો છે. આમાં કહેવાયું છે કે ભારત સહિત અન્ય દેશોમાં અસમાનતાથી સૌથી વધારે મહિલાઓ અને બાળકીઓ પ્રભાવિત થઈ રહી છે. અહીંયા પુરુષોની તુલનામાં મહિલાઓને વેતન વાળા કામ મળવાના આસાર ઓછા હોય છે. ત્યાં સુધી કે દેશના 119 અરબપતિઓની યાદીમાં માત્ર 9 મહિલાઓ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓને કામના બદલે ઓછું વેતન પ્રાપ્ત થાય છે. મહિલાઓ અને પુરુષોના વેતનમાં અંતર વધારે છે. એટલા માટે મહિલાઓની કમાણી પર નિર્ભર રહેનારા પરિવારો ગરીબ રહી જાય છે. દેશમાં સ્ત્રી-પુરુષના વેતનનું અંતર 34 ટકા છે. અહીંયા પણ સામે આવ્યું છે કે જાતી, ધર્મ, વર્ગ, આયુ અને સ્ત્રી-પુરુષ ભેદભાવ જેવા કારકની પણ મહિલાઓ પ્રત્યેની અસમાનતા પર અસર પડે છે.

ઓક્સફેમે વૈશ્વિક સ્ત્રી-પુરુષ અસમાનતા સૂચકાંક 2018માં ભારતની ખરાબ રેંકિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આમાં વર્ષ 2006ના મુકાબલે માત્ર 10 સ્થાનનો ઘટાડો થયો છે. તે વૈશ્વિક સરેરાશથી ખૂબ પાછળ છે. તો આ સીવાય આ મામલે તે ચીન અને બાંગ્લાદેશ જેવા પોતાના પાડોશી દેશોથી પણ પાછળ છે.   

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]