શેરબજારમાં બે તરફી વધઘટે મજબૂતીઃ સેન્સેક્સ 30 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં આજે દિવસભર બે તરફી વધઘટ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની સ્થિતી ઉભી થઈ છે. જેને પગલે વિશ્વના માર્કેટમાં ભારે ગભરાટનો માહોલ હતો. બધા જ માર્કેટમાં બાઈંગ સેલીંગના બેઉ તરફી ટ્રેડિંગ હતા. ભારતીય શેરબજારમાં પણ લેવાલી અને વેચવાલી વચ્ચે ઈન્ડેક્સ પ્લસમાં બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 30.17(0.09 ટકા) વધી 33,626.97 બંધ થયો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 6.45(0.06 ટકા) વધી 10,331.60 બંધ થયો હતો.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી 100 અબજ ડૉલર સુધીની થતી આયાત પર વધારાની ડ્યૂટી લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. અમેરિકાએ પહેલા પણ ચીનથી 60 અબજ ડૉલરની સુધીની આયાત પર ડ્યૂટી લાદી છે. તેના જવાબમાં ચીને પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડ્યૂટી લાદી છે. જેથી હાલ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે. એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. ભારતીય શેરોમાં સાવેચતીરૂપી કામકાજ હતા. બ્લુચિપ શેરોમાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી, જેથી માર્કેટ પ્લસ હતું.

  • ગુરુવારે રાત્રે અમેરિકન ડાઉ જોન્સ 241 પોઈન્ટ વધી 24,505 બંધ હતો, અને નેસ્ડેક 34 પોઈન્ટ વધી 7,077 બંધ હતો.
  • ફેવિકોલ બનાવતી કંપની પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝમાં નવી તેજી થતાં તેનો શેર રૂપિયા 50 હજાર કરોડના માર્કેટ કેપિટલાઈઝેશનની કલબમાં સામેલ થઈ ગયો છે.
  • બિનાની ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી આવી હતી. બિનાની ઈન્ડસ્ટ્રીઝની સબસિડયરી કંપની બિનાની સીમેન્ટ દેવામાં ફસાઈ છે, અને તે કંપનીએ ઈન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોસેસને સમાપ્ત કરવાની અરજી દાખલ કરી છે.
  • રીલાયન્સ કોમ્યુનિકેશનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો માર્ચ ઓર્ડર રદ કર્યો છે. જેથી આર કોમમાં ઉછાળો આવ્યો હતો.
  • ગુરુવારે સ્થાનિક નાણા સંસ્થાએ રૂપિયા 615 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. એફઆઈઆઈએ કુલ રૂપિયા 108 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • આજે કેપિટલ ગુડ્ઝ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ 106.63 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 107.80 ઊંચકાયો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]