ટ્વિટર ઈન્ડિયાના વડા તરનજીત સિંહે રાજીનામું આપ્યું

નવી દિલ્હી – અમેરિકાસ્થિત ઓનલાઈન ન્યૂઝ તથા નેટવર્કિંગ સેવા ટ્વિટરના ભારત માટેના કન્ટ્રી ડાયરેક્ટર તરનજીત સિંહે આજે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

આ પદ પર બઢતી આપ્યાના 16 મહિના બાદ એમણે રાજીનામું આપ્યું છે.

તનરજીત સિંહ ચાર વર્ષથી ટ્વિટર માટે કામ કરી રહ્યા હતા.

આ પહેલાં એમણે બીબીસી, આઉટલૂક મેગેઝિન તથા પાયોનિયર અખબારમાં કામ કર્યું હતું.

ટ્વિટરના ગ્લોબલ હેડ (રેવેન્યૂ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ) બાલાજી ક્રિશ વચગાળાના કન્ટ્રી હેડ તરીકે ચાર્જ સંભાળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]