ટ્રમ્પે સીમા પર દિવાલ બનાવવા માટે આપ્યું જોર, કહ્યું યોગ્ય લોકો આવે અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાત પર જોર આપ્યું કે સીમા પર દિવાલ બનાવીને જ ગેરકાયદેસર પ્રવાસીઓ અને માદક પદાર્થોને દેશમાં આવતા રોકી શકાય છે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે લોકો યોગ્યતાના આધાર પર અમેરિકા આવે. ટ્રમ્પે આવ્રજન પ્રસ્તાવ પર વ્હાઈટ હાઉસમાં રિપબ્લિકન નેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠકમાં આ વાત કહી છે.

ટ્રમ્પે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકો યોગ્યતાના આધાર પર આવે. અમે ઈચ્છીએ છીએ કે એવા લોકો આવે કે જે આપણા દેશમાં ચાલી રહેલી તમામ કંપનીઓને આગળ વધારવામાં સફળતાપૂર્વક મદદ કરી શકે. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકા સારુ પ્રદર્શન કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી પાસે ઘણા લોકો છે જેમની વાસ્તવમાં અમારે જરુરત છે. આપણા દેશના ઈતિહાસમાં અહીંયા ન્યૂનતમ બેરોજગારી દર છે. અમારા દેશમાં 50 થી વધારે વર્ષોથી આફ્રીકી અમેરિકી, એશિયાઈ અમેરિકી અને હિસ્પૈનિક અમેરિકી છે.

ટ્રમ્પે એ વાત પર જોર આપ્યું કે અમેરિકામાં ગેરકાયદેસર આવતા પ્રવાસીઓને રોકવા માટે સીમા પર એક દીવાલ બનાવવી જરુરી છે. તેમણે કહ્યું કે આપણે દિવાલ બનાવવી પડશે. આપણી પાસે કોઈપણ પ્રકારના બેરિકેડ હોવા જોઈએ જેને બનાવી લેવામાં આવ્યા છે.