અમેરિકાએ એચ1બી વિઝામાં અરજી ફગાવવાની અધિકારીઓને આપી છૂટ

નવી દિલ્હીઃ ટ્રંપ પ્રશાસને પોતાના અધિકારીઓને અધિકાર આપ્યો છે કે તેઓ અમુક પરિસ્થિતિઓમાં વીઝા આવેદનોને સીધા જ ફગાવી શકે છે. હવે અમેરિકાના ઈંમિગ્રેશન અધિકારીઓ તે વીઝાઓને સીધા જ ફગાવી શકે છે જેમના માટે જરૂરી પ્રારંભીક પુરાવા જમા કરવામાં નથી આવ્યા અથવા વીઝા પ્રાપ્ત કરવાની યોગ્યતા સાબિત નથી કરી શકાઈ. અમેરિકી સરકારની આ નવી નીતિ 11 સપ્ટેમ્બરથી તમામ વિઝા અરજીઓ પર લાગુ થશે.

હવે એચ-1બી સહિત તમામ વીઝા આવેદકોને હવે દસ્તાવેજ જમા કરાવવા અથવા પોતાની યોગ્યતા સાબિત કરવાની બીજી તક પ્રાપ્ત નહી થાય. કેટલાક મામલાઓમાં અરજીને સીધી જ ફગાવી દેવા પર લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં પણ આવી શકે છે. એટલે કે એચ-1 બી વીઝા પર અમેરિકામાં નોકરી કરી રહેલા લોકોની અરજી રદ્દ થઈ ગઈ તો તેમને અમેરિકામાંથી ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે.

પહેલાની પોલિસીમાં વીઝા અરજીઓની તપાસ કરનારા અમેરિકી અધિકારિઓને કોઈપણ પ્રકારની ગુંચવણમાં ફસાવવા પર આરઈએફએસ જાહેર કરવું પડતું હતું જ્યાં સુધી એ શક્યતા પૂર્ણ ન થાય કે વધારે દસ્તાવેજ અને સૂચનાઓની આ ગુંચવણ સોલ્વ થઈ શકે છે ત્યાં સુધી. યૂએસસીઆઈસીએ પોતાના અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે પોલિસી બદલવાથી ખોટી અરજીઓ પર લગામ લાગશે. ઈમિગ્રેશન એક્સપર્ટ્સ માને છે કે સંશોધિત નીતિથી અધિકારીઓને તાર્કિક શક્તિઓ પ્રાપ્ત થશે જેના કારણે ઈમિગ્રેશન પ્રોસેસ વધારે જટિલ થઈ શકે છે.