નવા ટેરિફ ઓર્ડરનુ પાલન ન કરવા બદલ ટ્રાઈએ એરટેલ ડિજિટલ ટીવીને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ બ્રોડકાસ્ટિંગ અને કેબલ ટીવી સર્વિસીઝ સાથે જોડાયેલા નવા રેગ્યુલેટરી ઢાંચાનું પાલન ન કરવા માટે ભારતી ટેલિમીડિયાને ફટકાર લગાવી છે. ડીટીએચ સર્વિસ પ્રાપ્ત કરાવનારી એરટેલ ડિજિટલ ટીવીને આ જ કંપની ચલાવે છે. મંગળવારના રોજ મોકલવામાં આવેલા નિર્દેશમાં ટ્રાઈના બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસીઝ એડવાઈઝર અરવિંદ કુમારે કંપનીને સબ્સક્રાઈબર્સ દ્વારા આવેલી તમામ ફરિયાદોનું સમાધાન કરવા અને નવા નિયામકીય ઢાંચાનું પાલન કરવા જણાવ્યું છે, જેમાં નવા ટેરિફ ઓર્ડર માટે પ્રાવધાન, સર્વિસ સ્ટાન્ડર્ડની ક્લોલિટી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન સાથે જોડાયેલા રેગ્યુલેશનનો સમાવેશ થાય છે. ટ્રાઈએ કંપનીને પાંચ દિવસની અંદર નવા રેગ્યુલેટરી ઢાંચાનું પાલન કરવા કહ્યું છે.

ટ્રાઈએ કહ્યું કે સ્બ્સક્રાઈબર્સ દ્વારા પ્રાપ્ત થયેલી ફરિયાદો, એરટેલ ડિજિટલ ટીવીની વેબસાઈટ અને ટ્રાઈના અધિકારીઓ દ્વારા કન્ઝ્યુમર પરિસરની તપાસ બાદ રેગ્યુલેટરે જાણ્યું કે ડીટીએચ ઓપરેટર પોતાના સબ્સક્રાઈબર્સને જબરદસ્તી ફ્રી ટૂ એર ચેનલોને બુકે ઓફર કરી રહ્યા છે જેમાં કોઈ વિકલ્પ નથી. ટ્રાઈએ કહ્યું કે કન્ઝ્યુમરની સહમતી વગર ઓફર કરવામાં આવી રહેલા આ બુકેમાં કોઈ અતિરિક્ત નેટવર્ક કેપેસિટી નથી. આ સબ્સક્રાઈબર્સની પસંદ કરવામાં આવેલી ચેનલો સીવાય વધારે ચેનલ છે.

ટ્રાઈના એક સીનિયર અધિકારીએ મીડિયાને જણાવ્યું કે રેગ્યુલેટર સતત સ્થિતી પર નજર રાખી રહ્યું છે અને સબ્સક્રાઈબર્સની ફરિયાદોને તેમનાથી સંબંધિત કેબલ અને ડીટીએચ કંપનીઓ સામે ઉઠાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે અમે તમામ ફરિયાદોની તપાસ કરી રહ્યા છીએ અને ઓપરેટર્સને તેના પર તાત્કાલીક પગલા ભરવા માટે કહી રહ્યા છીએ. કેટલાક મામલાઓમાં ઓપરેટર વિકલ્પ નથી આપી રહ્યા અથવા પોતાની ખુદની ચેનલનું પેકેજ લેવા માટે મજબૂર કરી રહ્યા છે. તો કેટલાક મામલાઓમાં કસ્ટમરને પોતાનું લિસ્ટ બદલવાની મંજૂરી નથી આપવામાં આવતી. મોટાભાગના મામલાઓમાં કન્ઝ્યુમર આ કંપનીઓના ટોલફ્રી નંબર પર સંપર્ક નથી કરી શકતા.